તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મીટિંગ:શિનોર તાલુકા સેવાસદન ખાતે અધિકારીઓ સાથે કલેક્ટરે મીટિંગ યોજી

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જનતાના કામો વહેલા પૂરા કરવા તાકીદ કરી

શિનોર તાલુકાના સેવા સદન ખાતે મંગળવારે વડોદરા જિલ્લા કલેકટરે મુલાકાત લઈ શિનોર તાલુકા કક્ષાના તમામ અધિકારીઓની સંકલન મીટિંગ કરી હતી તેમજ જનતાના કામોની ફરિયાદ આવતા પહેલા પૂરા કરવા તાકીદ કરી હતી. શિનોર તાલુકા સેવા સદનની તારીખ 13 જુલાઈના રોજ કલેક્ટર આર.બી.બારડે મુલાકાત કરી તાલુકા કક્ષાના અલગ વિભાગના જેમકે પંચાયત, માર્ગ મકાન, પાણી પુરવઠા, આરોગ્ય, મામલતદાર કચેરીના અધિકારીઓની તાલુકાના પ્રશ્નોના તુંરત નિકાલ માટે સંકલન મીટિંગ કરી હતી.

તાલુકાના પ્રજાજનોના વિવિધ અરજીઓના નિકાલ, સરકારી યોજનાનો લાભ મળી રહે, જરૂરી પ્રમાણ પત્રો દાખલા ઓ સમયસર મળી રહે તે માટે તા.12 જુલાઈએ જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ તાલુકા કક્ષાના અધિકારીઓ-કર્મચારીઓને સમજાવી તાકીદ કરી હતી. ત્યારે મંગળવારે મુલાકાતે આવેલા કલેક્ટર આર.બી.બારડે તમામ અધિકારીને કોઈની પણ ફરિયાદ આવે તે પહેલા લોકોના પ્રશ્નનો નિકાલ કરવા, તેમજ ખેતીકામ દાખલા બાબતે પારાવાર મુશ્કેલીઓ ધરમધક્કા, દિવ્યાંગોને સહાય, અંતર્ગત યોજના હેઠળ 11 માસથી અરજીઓ છતાં નવા કાર્ડ બન્યા નથી જેવી અનેક ફરિયાદોના ઉકેલ માટે તમામ તાલુકા કક્ષાના અધિકારીઓને લોકોના પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલવા સૂચના આપી હતી.

આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી આવતા પૂર અંગેની પૂર્વ તૈયારીઓની માહિતી સાથે માલસર ગામની મુલાકાત લીધી હતી. આગામી સમયમાં કોરોનાની થર્ડ વેવ સામે પગલા, વેક્સિનેશન કામગીરીની સમીક્ષા કરી સૂચનાઓ આપી હતી. શિનોર મામલતદાર વિજયાબા વાળાએ જિલ્લા કલેક્ટરનો શિનોર તાલુકાના પ્રથમ પ્રવાસ દરમિયાન તાલુકા સેવાસદનની પ્રથમ મુલાકાત હોય ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું. કરજણ પ્રાંત અધિકારી પણ સંકલન મીટિંગમાં હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટરના લોકાભિમુખ અભિગમને કારણે તાલુકા કક્ષાના તમામ અધિકારીઓ પ્રભાવિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...