તપાસ:કુકસ-માજરોલ ગામે કેનાલમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો

શિનોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. - Divya Bhaskar
અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો.
  • પોલીસે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી

શિનોર તાલુકાના કુકસ-માજરોલ ગામેની સીમમાંથી અમરેશ્વર બ્રાન્ચની નર્મદા કેનાલ પસાર થાય છે. 5 ઓક્ટોબરે સવારે આ માર્ગ પરથી પસાર થતા ખેડૂતો, ખેત મજૂરો તેમજ રાહતદારીઓએ નર્મદા કેનાલમાં કોઈની લાશ તણાતી હોવાનું માલૂમ પડતા સાધલી પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી અને કેનાલમાંથી આધેડના મૃતદેહને બહાર કાઢી કાયદેસર પ્રક્રિયા હાથ ધરી હતી.

આ વાત વાયુ વેગે કુકસ અને માજરોલ ગામમાં ફેલાતા લોકો જોવા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા મૃતદેહ વિશે પૂછતાછ કરતા આ મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી.પોલીસે અજાન્યા આધેડ પુરુષના મૃતદેહના પી.એમ. કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ દ્વારા આ અજાણ્યા મૃતદેહ કોનો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...