તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દિવેર ગામે મઢી પાસે નર્મદા નદીમાં તણાઇ ગયેલ વ્યક્તિનો મૃતદેહ નારેશ્વર પાસેથી મળ્યો

શિનોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના દિવેર ગામે મઢી પાસે નર્મદા નદીમાં તારીખ 2 જૂનના રોજ પોતાની ભત્રીજીને બચાવવા પડેલ 21 વર્ષના કાકા પાણીમાં તણાઈ ગયા હતા. સતત બે દિવસથી ફાયર બ્રિગેડની તપાસમાં મૃતદેહ નહોતો મળ્યો. જે શુક્રવારે નારેશ્વર નજીક નદીમાંથી મળ્યો હતો.

શિનોર તાલુકાના દિવેર ગામે નર્મદા નદીમાં 2 જૂનના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં ઝાડેશ્વર ભરૂચથી એક કુટુંબ રાજકોટના મહેમાન સાથે દિવેર નદીમાં નાહવા આવ્યા હતા. જેમાં 16 વર્ષની સંસ્કૃતિ આચાર્ય પાણીના વહેણમાં તણાતા તેના કાકા તથા ગાડી ચાલક સેજલ ગોહિલ દોડી જઇ સંસ્કૃતિને બચાવી લીધી હતી. પરંતુ 21 વર્ષના તેના કાકા ઉદેવ દેવમુરારી પાણીના વહેણમાં તણાઈ ગયા હતા. ફાયરબ્રિગેડ તથા સ્થાનિકોએ સતત બે દિવસ શોધવા છતાં મૃતદેહ મળ્યો ન હતો. તે મૃતદેહ શુક્રવારે નારેશ્વર મુકામેથી મળી આવતા સાધલી શિનોર પોલીસે જાણવા જોગ નોંધના સઘળા કાગડો નારેશ્વર પોલીસને સોપેલ છે. બે દિવસ સુધી તેમના કુટુંબીજનો આંખમાં આંસુ સાથે રડી રડીને રિબાયા હતા. દિવેર નર્મદા નદીમાં 3 માસમાં કુલ 5 તમામ 18થી 23 વર્ષના યુવાનોનો ભોગ લીધો છે. પોલીસ તંત્ર નહાવા માટે કડક પગલાં ભરે જરૂરી બનેલ છે. દિવેર ગ્રામ પંચાયત પણ જાગે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...