તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:સેગવા ચોકડીથી બાઇક ચોર પકડાયો, તપાસમાં બીજી 3 બાઇક મળી આવી

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક બાઇકની ચોરીનો ભેદ ઉકેલવા જતાં એલસીબી પોલીસને સફળતા મળી

શિનોર તાલુકામાં બુધવારે LCB પોલીસને પેટ્રોલિંગ દરમિયાન એક લાલ કલરની હોન્ડા બાઇક એક શકમંદ ઈસમ વેચવાની ફિરાગમાં ફરી રહ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે તેને બાઇક સાથે પકડી પૂછપરછ કરતા અલ્લા ગલ્લા કરતા બાઇક ચોરી હોવાનું માલમ પડતા તેની ઘનિષ્ઠ પૂછતાછ કરતા અન્ય ત્રણ બાઇક પણ ચોરીને સંતાડેલ હોય કબજામાં લઇ તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે. શિનોર તાલુકાના સેગવા ચોકડીએ વડોદરા LCBના મસુલભાઈ,કનુભાઈ,વિપુલભાઈ મહેન્દ્રસિંહ, અને વિપુલભાઈ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન તેમને સેગવા ચોકડીએ એક શકમંદ ઈસમ લાલ કલરની હીરો એચ.એફ ડીલક્ષ મો.સા.ને વેચવાની ફિરાકમાં ફરતો હોવાની બાતમી મળી હતી. તેને આધારે શકમંદ ઇસમ બારમભાઈ સૂબાણભાઈ ભુરિયા રહે.પનેરી ભુરિયા ફળીયા તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી)ને બાઇક સાથે ઉભો રાખી બાઈકના કાગળ અંગે તેની પૂછતાછ કરતા, તે અલ્લા ગલ્લા કરતા સંતોષકારક જવાબ નહીં આપતા તેની પોકેટકોપ મોબાઇલની એપ દ્વારા તપાસ કરતા બાઇક વડોદરા વૈકુંઠ ન્યૂ વીઆઈપી રોડના ગૌરાંગભાઈ ડી ઝાલાની હોવાનું માલૂમ પડ્યું હતું.

ત્યારબાદ તેની ઘનિષ્ટ પૂછપરછ કરતા આજથી પાંચેક મહિના પહેલા તેના મિત્રો રઘુભાઈ હિરુભાઈ વાસ્કલિયા તથા બાલુભાઇ વેલસારભાઈ વાસ્કલિયા બંને રહે.પનેરી ભુરિયા ફળિયા તા.જોબટ જિ.અલીરાજપુર (એમ.પી) સાથે મળીને ચાંણોદ પાસે આવેલ માંડવા ગામ પાસેથી ચોરી હોવાની કબૂલાત કરી હતી.

તેમજ અન્ય ત્રણ બાઇક પણ શિનોર તાલુકામાંથી તેમજ વડોદરા સોમા તળાવ ખાતેથી બાઇક ચોરી લાવી સેગવાથી સતિસાણા ગામ તરફ જતા વચ્ચે આવેલ નર્મદા કેનાલની ઝાડી ઝાખરામાં સંતાડી રાખેલ હોય અને તેને પણ વેચવાની ફિરાકમાં હોવાનું જણાવતા, LCB પોલીસે તે જગ્યા એ આરોપી બારમ ભુરિયાને સાથે લઈ જઈ તપાસ કરતા તેને ઝાડી ઝાખરામાં અલગ અલગ જગ્યાએ સંતાડેલ અન્ય ત્રણ બાઇક મળી આવી હતી. LCB પોલીસે આરોપી બારામ ભુરિયાને 4 બાઇક જેની કિંમત રૂં. 80,000ના મુદામાલ સાથે ઝડપી અન્ય 2 આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...