તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોસ્ટમોર્ટમ:મોટા ફોફળીયા ગામથી દામાપુરાના માર્ગ પરથી મગરનું બચ્ચું મૃત હાલતમાં મળ્યું

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મગરોની ચર્ચા શિનોર તાલુકામાં ટોક ઑફ ધ ટાઉન બની હતી. - Divya Bhaskar
મગરોની ચર્ચા શિનોર તાલુકામાં ટોક ઑફ ધ ટાઉન બની હતી.

શિનોર તાલુકામાં મોટા ફોફળીયાથી દામાપુરાના માર્ગ પર ઇજાગ્રસ્ત મગરનું બચ્ચું મૃત હાલતમાં મળી આવ્યો છે, જેની જાણ વનવિભાગને કરવામાં આવતા વનવિભાગના અધિકારી અને વાઈલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમના સ્વયંસેવકો સ્થળ પર દોડી આવ્યા હતા.

શિનોર તાલુકામાં નર્મદા નદીના કિનારેથી ત્રણેક કિ.મી. દૂર મોટા ફોફળીયાથી દામાપુરાના માર્ગ પર મોંઢાના ભાગમાં ઈજાગ્રસ્ત મગરનું બચ્ચું મળી આવ્યું હતું. દામાપુરા નજીક ભંડારેશ્વરના ઓવારાથી શિનોરના ગોલવાળ નાકાના ઘાટ સુધીનો નર્મદા નદીનો કિનારો અને પાણી મગરો માટે આદર્શ આશ્રય સ્થાન છે, ત્યાંથી ત્રણેક કી.મી. દૂર દામાપુરાથી મોટા ફોફળીયા જવાના માર્ગ પર મોઢાના ભાગ પર ઈજા થયેલું મૃત મગરનું બચ્ચું મળી આવ્યું છે.

જેની જાણ શિનોરના વનવિભાગને કરવામાં આવતા આર.એફ.ઓ. સંજય પ્રજાપતિ અને વાઈલ્ડ લાઇફ ટ્રસ્ટ ટીમના સ્વયંસૈવકોએ સ્થળ પર પહોંચી મૃત મગરના બચ્ચાનો કબજો લઈ તેનું કયા કારણોસર મૃત્યુ થયુ છે, તેની તપાસ માટે પોસ્ટમોર્ટમ કરાવી મોટાફોફળીયા નર્સરીમાં અગ્નિદાહ કરવામાં આવી વધુ તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...