સારવાર:સાધલીની વ્યક્તિને મ્યુકોરમાઇકોસિસ થતાં SSGમાં સફળ ઓપરેશન

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 30મીએ લક્ષણો દેખાતાં દાખલ કરાયા હતા
  • શિનોરમાં મંગળવારે કોરોનાનો એક પણ કેસ નહીં

શિનોર તાલુકામાં મંગળવારે આરોગ્ય તંત્ર દ્વારા 83 એન્ટિજન્સી ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા તે તમામ નેગેટીવ આવ્યા છે. જ્યારે તા.30ના રોજ 87 આરટીપીસીઆરના સેમ્પલ લીધા હતા તે પણ તમામ નેગેટીવ આવ્યા છે. શિનોર તાલુકાના સાધલી ગામે એક ઇસમનું મ્યુકરમાઇકોસિસના નિદાન પછી વડોદરા એસએસજી હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું.

શિનોર તાલુકાના આરોગ્ય તંત્ર દ્વારા શિનોર પીએસસીમાં 33 સીમળી પીએસસીમાં 27 અને સાધલી પીએચીસી દ્વારા 23 એન્ટિજન્સી આમ કુલ 83 ઈસમના ટેસ્ટ નેગેટીવ આવ્યા છે. છેલ્લા બે દિવસમાં તા.29 અને 30ના આરટીપીસીઆરના સેમ્પલનું રિજલ્ટ પણ નેગેટીવ આવ્યું છે. આમ શિનોર તાલુકામાં સરકારી ચોપડે છેલ્લા બે દિવસથી કોરોના પોઝિટિવ મળેલ નથી.

સાધલીમાં એક ઈસમને કોરોના પછી મ્યુકરમાઇકોસિસના લક્ષણો દેખાતા તા.30 મેના રોજ વડોદરા એસએસજીમાં તેનું જમણા જડબામાં દાત નીચે સફળતાપૂર્વક ઓપરેશન સંપન્ન થયેલ છે. કોરોનાનું સંક્રમણ ઓછું થાય છે પણ હજુ પણ લોકો કોવિડ-19ના નિયમોનું પાલન કરે અને કોરોના વેક્સિન વધુમાં વધુ લોકો મુકાવે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...