તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:વિદ્યાર્થીઓ અને મુસાફરોએ કાયાવરોહણમાં ST બસો રોકી, સાધલી પથંકની બસો ચાલુ ના કરાતાં લોકોમાં રોષ

સાધલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાયાવરોહણમાં એસટી બસો રોકવામાં આવી હતી. - Divya Bhaskar
કાયાવરોહણમાં એસટી બસો રોકવામાં આવી હતી.
  • તંત્રે જૂના રૂટો ફરીથી શરૂ કરવા બાંયધરી આપતાં બસો જવા દેવાઈ

શિનોર તાલુકાનું સૌથી મોટુ સેન્ટરનુ સાધલી ગામ છે. લોકડાઉન બાદ સાધલી પથંકની બસો ચાલુ કરવામા ના આવતા છેલ્લા દોઢ માસથી મુસાફરો અને વિદ્યાથીઓ ત્રાસી ગયા હતા. વડોદરા એસટી વિભાગના કથળેલા વહિવટના કારણે સાધલી પથંકના મુસાફરો અને વિદ્યાથીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વહેલી સવારે મીની બસો મોકલવામા આવતી હતી. તેમાં સાધલીથી જ મુસાફરો રહિ જતા હતા.

સ્કુલો ચાલુ થવાથી સંખ્યામાં વધારો થયો છે. સાધલીથી વડોદરા સુધી ઉભા ઉભા જવુ પડતુ હતુ. આ ત્રાસથી કંટાળીને સાધલી અને કાયાવરોહણના મુસાફરો અને વિદ્યાથીઓ દ્વારા બસો રોકવામા આવી હતી. ત્યાર બાદ વિભાગીય નિયામક તથા પાણીગેટ ડેપો દ્વારા બાહીધરી આપેલ કે મોટી બસો મોકલીશુ અને જે વર્ષોથી ચાલતા રૂટો જૂના સમય મુજબ એક અઠવાડિયામા ચાલુ કરી દેવામાં આવશે. તેવી ખાત્રી આપતા બસો જવા દિધી હતી.

વડોદરા એસ.ટી.નો વહિવટ એકદમ ખાડે ગયલો છે. કોઈ જવાબદાર અધિકારી સાભળવા તૈયાર નથી. સાધલી પથંકના ગામોમા કરજણ ડેપો, ડભોઈ ડેપો, પાણીગેટ ડેપો દ્વારા ટ્રીપોનુ સંચાલન કરવામાં આવે છે. આ તમામ ડેપો મેનેજરને સાધલી પથંકની બસો ચાલુ કરવા માટે વારંવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ વાત ધ્યાન પર લેવામા આવતી ન હતી. હજુ પણ સાધલી પથંકની ધણી બધી ટ્રીપો બંધ છે. જેના કારણે મુસાફરો અને વિદ્યાથીઓ સવાર સાંજ ચાલતા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...