આયોજન:મોટા ફોફળિયામાં ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા સ્મશાનયાત્રા રથની વિશેષ સેવા અપાઇ

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્મશાનયાત્રા રથની તસવીર. - Divya Bhaskar
સ્મશાનયાત્રા રથની તસવીર.
  • તાલુકાના પ્રજાજનોને મદદરૂપ થવા સ્મશાન યાત્રા રથનું આયોજન કરાયું

શિનોર તાલુકાના મોટા ફોફળિયા ખાતેની શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તાલુકાના જનતાને પડતી સમસ્યા મુશ્કેલીઓનું મંથન કરી સમજી તેને નિવારણ માટેની અનેક વિવિધ પ્રવૃત્તિઓ સતત કરી ગયેલ છે. આ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આરોગ્ય સામાજિક શૈક્ષણિક અને કૃષિ ક્ષેત્રની મુશ્કેલીઓ સમસ્યાઓ સમજી અનેકવિધ પ્રકલ્પો શિનોર તાલુકામાં શરૂ કરેલ છે. આરોગ્ય ક્ષેત્રમાં શિનોર તાલુકાને કુપોષણ મુક્ત બનાવવા ટીબી રોગથી મુક્ત કરવા 100 ટકા સંસ્થાકીય પ્રસૂતિ થાય તે માટે અનેક સફળ પ્રયોગો કરી દેશને દિશા બતાવી છે.

શિનોર તાલુકાના પ્રજાજનોના સુખાકારી માટે કાર્યરત આ શક્તિ કૃપા છે જે ટ્રસ્ટ આશીર્વાદરૂપ સમાન છે અને ગૌરવ અપાવતી સંસ્થા છે. કોઈકના સ્વજનની અચાનક વિદાય લેવામાં આવે તે એક વખત ઘટના હોય છે અને સ્વજનની વિદાય થાય ત્યારે શોકાતુર પરિવારને તેની અંતિમ વિદાય (સ્મશાન યાત્રા) ગરમીમાં કે વરસાદની ઋતુમાં સન્માન જનક રીતે નહીં કરવાનો રંજ રહેતો હોય છે.

તેના ઉકેલરૂપે શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટના દીર્ઘદ્રષ્ટા એવા ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ પટેલે સ્નેહીજનની અંતિમ વિદાય સન્માન જનક રહે અને સૌ સ્નેહીજનો તેમજ ગ્રામજનો અંતિમ દર્શન કરી શકે તે માટે શિનોર તાલુકાના ગ્રામજનોને સ્મશાનયાત્રામાં ઉપયોગી બની શકે તેવો એક સ્મશાન યાત્રા રથની વિશેષ સેવાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્મશાન યાત્રારથ ટૂંક સમયમાં મોટા ફોફળિયા ખાતે ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...