શિનોર તાલુકાના કુકસ ગામ પાસેથી પસાર થતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલની બાજુમાં આવેલી સરકારી જમીનમાં કોઈ હરામખોરો એ સરકારી માલમિલકતને નુકસાન કરી ગોંડા બાવળને કાપી નાખી તેના કોલસા પાડેલા અને કોથળામાં ભરેલા તેના સમાચારો વર્તમાન પત્રોમાં ચમકતા કેનાલના તથા ફોરેસ્ટ ના અધિકારીઓએ સ્થળ પર આવીને પંચક્યાસ કરી કુલ 103 કોથળાઓ કોલસા ભરેલા મુદ્દામાલ તરીકે જપ્ત કર્યા હતા. પરંતુ આ જપ્ત કરીને કેનાલ પાસે મુકેલા આ 103 કોલસા ભરેલા કોથળા રાતોરાત કોઈ હરામખોરો ચોરી કરી ગયા છે.
બીજા દિવસે અધિકારીઓ સ્થળ પર વધુ તપાસ માટે આવ્યા તે સમયે જપ્ત કરેલા આ 103 કોથળાની કોઈ હરામખોરો ચોરી કરી ગયા હોય તે બાબતે અમલેશ્વર બ્રાન્ચ કેનાલ ના ગેટ ઓપરેટર ઝાકીર બચુભાઈ રહેવાસી કુકસ દ્વારા જાણવા મળ્યા મુજબ ચંદુભાઈ નામનો ઇસમ આ કોલસા પાડવાની કામગીરી કરતો હતો .તેમ જણાવતા રાઉન્ડ ફોરેસ્ટર નર્મદા યોજના પર્યાવરણ એકમ કેવડીયા ના એ.બી .તડવી તથા એમ.કે.પટેલ દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં આ 103 કોલસાના કોથળાની ચોરીની લેખિત અરજ આપતા શિનોર પોલીસ દ્વારા વિગતવાર અરજી આપવા જણાવતાં શિનોર પોલીસે આ અરજી સ્વીકારી નહોતી.
હાલના ગાંડા બાવળના 1 કિલો કોલસાનો ભાવ રૂપિયા 20 ચાલે છે અને એક કોથળામાં ઓછામાં ઓછા 30 કિલો કોલસા ભરાય છે. આમ એક કોથળામાં રૂપિયા 600 લેખે 103 કોથળાના આશરે રૂપિયા 61000=00નો મુદ્દામાલ ચોરાઈ ગયેલ છે.આ કેનાલ પર કેનાલ ની જગ્યા તથા વનવિભાગને પર્યાવરણ માટે આપેલ જગ્યા માંથી છેલ્લા ૨૦ દિવસથી જેસીબી મશીન દ્વારા બાવળ દૂર કરીને તેના કોલસા પાડવાનું કૌભાંડ ચાલતું હતું, અને ત્રણ -ત્રણ ભઠ્ઠીઓ એકીસાથે કોલસા પાડતી હતી.
કેનાલ ના ગેટ ઓપરેટર તથા વનવિભાગના ચોકીદાર આ બાબતથી અજાણ હોય તે શક્ય નથી , ગેટ ઓપરેટર દ્વારા અધિકારીઓને પોતે સાફ-સફાઈ કરાવી હોવાનું જણાવ્યું હતું ,નર્મદા નિગમનું વનખાતું તથા નહેર ખાતુ સરકારી મિલ્કતની નુકસાની કરી મુદ્દામાલ ચોરી જવા બદલ ફોજદારી ગુનો નોંધાવશે કે પછી રાજકીય ઓથ નીચે ભીનુ સંકેલી લેશે એ હાલ ચર્ચાનો વિષય બને છે. શિનોર પોલીસ દ્વારા સરકારી મુદ્દામાલની ચોરી થઇ હોવા છતાં લેખિત અરજ કેમ ના લીધી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.