ચોરી:સાધલીના મંદિરોને નિશાન બનાવતાં તસ્કરો : વેરાઇમાતા મંદિરમાં સફાઇ

શિનોર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાનપેટી 15 દિવસ પહેલા જ ટ્રસ્ટીઓએ હિસાબ કરીને નાણાં લીધા હતા

શિનોર તાલુકાના સાધલી મુકામે મદીના મસ્જિદની બાજુમાં તળાવની પાળ ઉપર ગામની કુળદેવી શ્રી વેરાઈ માતાનું મંદિર આવેલ છે. જ્યાં દાન પેટી મુકવામાં આવેલ છે. આશરે 15 દિવસ પહેલા બપોરના સમયે કોઈ હરામખોરો દ્વારા મંદિરમાં જે દાન પેટી મુકવામાં આવેલ હતી તે તોડીને અંદરથી આશરે રૂપિયા 50થી 60ની ઉઠાંતરી કરી ગયેલ છે અને માતાજીની મૂર્તિ સામે છુટા મુકેલા રૂપિયા પણ ચોરી ગયા છે. બીજું અન્ય કોઈ નુકસાન થયેલ ના હોય પોલીસને જાણ કરી નહોતી. પરંતુ ગતરોજ તારીખ 4 ઓગસ્ટ રાત્રિના વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડતા લાઈટો બંધ થઈ ગઈ હતી.

તેનો લાભ લઈને ભારત વિદ્યાલય હાઈસ્કૂલ પાસે મેઇન રોડ પર આવેલા શ્રી વિશ્વકર્મા પરિવાર મંડળના શ્રી વિશ્વકર્મા પ્રભુ, શ્રી રણછોડરાય ભગવાન તથા શ્રી જલારામબાપાના મંદિરમાં કોઈ જાણભેદુ દ્વારા મંદિરની જાળીનું તાળું તોડી અંદર મુકેલ દાનપેટી તોડી દાન પેટીમાંથી તમામ રકમ ચોરી ગયા છે. જ્યારે અન્ય કોઈ ચીજ વસ્તુઓની ચોરી થયેલ નથી. આ દાનપેટી 15 દિવસ પહેલા જ ટ્રસ્ટીઓ દ્વારા હિસાબ કરીને નાણાં લીધેલા હોય આ પેટીમાં મોટી રકમ હોવાની સંભાવના નથી. પરંતુ હાલ જ્યાં આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન છે. તે બજાર સમિતિથી માત્ર સો મીટરની અંદર મેઇન રોડ પર આ મંદિર આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...