તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:શિનોર તાલુકા શાળા છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં, 150 વર્ષ જૂની ઈમારત ડિમોલેશન કરવાના કારણે બંધ કરાઈ હતી

શિનોરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
150 વર્ષ જૂની શિનોર તાલુકા શાળા છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. જેના ડીમોલેશન ક્યારે થશે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. - Divya Bhaskar
150 વર્ષ જૂની શિનોર તાલુકા શાળા છેલ્લા પાંચ વર્ષથી બંધ હાલતમાં છે. જેના ડીમોલેશન ક્યારે થશે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.
 • શાળાના બાળકોને કન્યા શાળામાં શિફ્ટ કરાયા હતા

ખાસથી 150 વર્ષ પૂર્વે શિનોર નગરમાં સર સયાજીરાવ ગાયકવાડના સમયમાં બનાવેલી શિનોર તાલુકા શાળાની ઈમારત આજે પણ જોવા જેવી છે. લાકડા અને ટીટોડો ચૂનાના ચણતરથી નિર્માણ થયેલી આ શાળા આજથી પાંચ વર્ષ પહેલા કાર્યપાલક ઇજનેર દ્વારા આ ઈમારતનો સમયગાળો 100 વર્ષથી વધુ સમયનો વીતી ગયેલ હોવાથી આ ઈમારતને ડીમોલેશન કરીને નવું મકાન બનાવવા માટે સુચન કરેલ હતું. જે સંદર્ભે આજથી પાંચ વર્ષ પહેલાના સમયગાળામાં આ શાળા બાળકોના હિતને ધ્યાનમાં લઈને બંધ કરવામાં આવી હતી અને આ શાળાના બાળકોને કન્યા શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

શિનોર નગરમાં કુમાર શાળા અને કન્યા શાળા એમ બે પ્રાથમિક શાળાઓ વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા ચાલે છે. દુર્ભાગ્યની વાત એ છે ગત પાંચ વર્ષમાં શિક્ષણ સમિતિના ચેરમેન પણ શિનોર તાલુકાના સાધલી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય શિક્ષણ સમિતિના ચેરમેન પદે હતા. પરંતુ આ પ્રાથમિક શાળાનું જર્જરિત થતાં પ્રાથમિક કુમાર શાળાના બાળકોને કન્યાશાળામાં બેસાડવામાં આવે છે.

આશરે ધોરણ 1થી 8માં 600 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે આ બાળકોને એક જ શાળામાં ડબલ સીટમાં બનાવવામાં છેલ્લા પાંચ વર્ષથી પ્રાથમિક શાળાના શિક્ષકો તથા બાળકો ભારે વિપદા ભોગવી રહ્યા છે. શિનોર તાલુકા શાળાને ડીમોલેશન કયા કારણોસર કરવામાં આવતું નથી? એ ચર્ચાનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા શાળાની નવી ઇમારતો બનાવવાની કામગીરી ચાલે છે. ત્યારે શિનોર તાલુકા શાળાની ઈમારતનું વહેલી તકે ડીમોલેશન કરવામાં આવે અને નવી શાળાનું ઈમારતનું નિર્માણ થાય તેવી લોકોની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો