ખેડૂતોની જીતની ઉજવણી:3 કૃષિ કાયદા રદ કરવાની જાહેરાતને શિનોર તાલુકા કોંગ્રેસે ફટાકડા ફોડી વધાવી

શિનોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા શનિવારે સેગવા મુકામે વિશાળ રેલી સાથે ફટાકડા ફોડી આતશબાજી કરીને કેન્દ્ર સરકાર દ્વારા 14 મહિના પછી 3 કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરતા ખેડૂતોની આપખુદી શાહીની સામેની જીત બદલ ભારે સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો.

શિનોર તાલુકાની સેગવા ચોકડી પર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 20 નવેમ્બરના રોજ સવારના 10 કલાકે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો પર લાદેલા 3 કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરતા ખેડૂતોની આપખુદ શાહીની જીતને વધાવવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મયુર પટેલે, જિલ્લા કોંગ્રેસના સંગઠન મંત્રી અભિષેક ઉપાધ્યાય, પ્રદેશ કોંગ્રેસના મહિલા કોંગ્રેસના મહામંત્રી નિલાબેન ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ભેગા મળીને સેગવા ચોકડી પર ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આવી પહોંચયા હતા.

કેન્દ્ર સરકારે ચર્ચા કર્યા વગર ખેડૂતો પર લાદેલ ત્રણ કૃષિ કાયદા સામે લડત આપી રહેલા, ખેડૂતોનો વિજય થતા અને વડાપ્રધાન દ્વારા ખેડૂતોના હિતમાં 3 કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત કરાઈ હોય, રંગીન ફૂવારાની આતશબાજી તેમજ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ખેડૂતોની જીતની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...