તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શ્રદ્ધાંજલિ:શિનોર તા. કોંગ્રેસ દ્વારા અહમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

શિનોર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા શેગવા મુકામે કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહમદભાઇ પટેલને શ્રદ્ધાંજલિ આપવા સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી આગેવાનો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકના પ્રારંભે સ્વર્ગસ્થ અહમદભાઈ પટેલને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ખાસ લોકસભાને કોંગ્રેસી આગેવાનોએ સંબોધતા સ્વર્ગસ્થના કોંગ્રેસ પક્ષ માટેનું યોગદાન તથા કાર્યક્રમ દ્વારા સ્વર્ગસ્થ અહમદ પટેલનું વખતો વખત માર્ગદર્શન તથા કાર્યક્રમની મુસીબત ટાણે મદદરૂપ થવાની તેમની ભૂતકાળની વાતોને યાદ કરી હતી.

શિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અહમદ પટેલ આજે આપણી વચ્ચે રહ્યા નથી. પરંતુ તેઓની રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને તેઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠાથી આજે પણ જીવંત છે. આપણે સૌ તેમના ચિંધ્યા માર્ગે પક્ષની સેવામાં અને રાષ્ટ્રની સેવામાં કામ કરીશું. આ બેઠકમાં શિનોર તાલુકા પંચાયતના માજી પ્રમુખ મયુરભાઇ પટેલ, કોંગ્રેસી આગેવાન મહેન્દ્રભાઈ પટેલ તથા અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...