તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:શિનોર ગ્રામ પંચાયત દ્વારા પ્રીમોન્સૂન કામગીરીના ભાગરૂપે સાફ સફાઈ શરૂ

શિનોર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે અને ગંદકી રોકાય તેવું આયોજન
  • ગંદકી અને કચરો ઉઠાવવાની મજૂરો અને ટ્રેકટર દ્વારા કામગીરી હાથ ધરાઈ

શિનોર ગ્રામ પંચાયત દ્વારા મુખ્ય માર્ગો પર જામી ગયેલા દળ અને પડી રહેલ પથ્થરો તેમજ પડતર મિલકતો પાસેની ગંદકી આવનાર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ ન રહે અને કીચડ તેમજ ગંદકી ના થાય તે માટે પ્રીમોન્સૂમ કામગીરીના ભાગરૂપે સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરી છે.

શિનોર ગ્રામ પંચાયત દ્વારા કોરોનાની મહામારીને લઇને ગ્રામપંચાયત દ્વારા ગ્રામજનોના સ્વાસ્થ્યની ચિંતા કરીને અવારનવાર ગામમાં સેનિટાઇઝર, મચ્છરોની દવા, માસ્ક ફરજિયાત સોશિયલ ડિસ્ટન્સ માટેગામમાં માઇક દ્વારા સુચનાઓ તેમજ વેપારીઓ સાથે ચર્ચા કરીને સ્વૈચ્છિક લોકડાઉન જેવા પગલાં ભરી સારી કામગીરી કરી છે.

આજે શિનોર ગ્રામ પંચાયતના સરપંચ કું.ઉન્નતિબેન, ઉપસરપંચ કિન્નલબેન સા.ન્યા.અધ્યક્ષ કુ. અનામિકા અને ગ્રા.પ.સદસ્યો દ્વારા તાલુકા પંચાયતના પ્રમુખ સચિન પટેલના માર્ગદર્શન હેઠળ ચોમાસાની પ્રીમોન્સૂમ કામગીરીને ધ્યાનમાં લઈને વરસાદી પાણી જાહેર માર્ગો પર ભરાઈ ન રહે અને ગંદકી તેમજ મચ્છરોનો ઉપદ્રવ ના થાય તે માટે ગામના મુખ્ય માર્ગ પર જામી ગયેલા દળ તેમજ પડી રહેલા પથ્થરો ઇટો, પડતર જગ્યાઓ પાસેની ગંદકી અને કચરો ઉઠાવવાની મજૂરો અને ટ્રેકટર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. તેમજ ચોમાસાના પહેલા વરસાદમાં વણઝારી વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોય કાંસની સફાઇ અને નવીન કાસનું કામ મંજુર થયું હોય તેને કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...