તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:શિનોરના અવાખલમાંથી વ્હીસ્કીના 15 પાઉચ જપ્ત

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના અવાખલ ગામે LCB પોલીસ દ્વારા રેડ કરી ભારતીય બનાવટના વિદેશી મારકાના વ્હીસ્કીના 15 પાઉચ રૂ.1500નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહીબીશનનો ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગઈકાલે શિનોર તાલુકાના સેગવા ગામે LCB પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે સમયે વડોદરાથી વર્ધી મળેલ કે અવાખલ ગામે જૂના ભીલવાસ પાસે પાટણવાડિયા નગીનભાઈ શંકરભાઇ તેમના ઘરની સામે નહેરની અંદર વિદેશી દારૂ સંતાળેલ છે. આ બાતમીના આધારે સાંજે તેઓ અવાખલ ગામે આવીનગીનભાઈના ઘરમાં તપાસ કરતા કાંઈ મળી આવ્યું નહોતું. પણ તેના ઘરની બાજુમાં આવેલ નહેરમાં તપાસ કરતા ઉકારડામાં સંતાળેલ કાપડની થેલીમાંથી ભારતીય બનાવટની વિદેશી રોયલ વ્હીસ્કી લખેલ 180 મિલીના 15 પાઉચ કુલ રૂ.1500ના મળી આવતા જપ્ત કરી પ્રોહિબીશનનો ગુનો નોંધેલ છે.

અન્ય સમાચારો પણ છે...