વ્યવસ્થા:શિનોરમાં સરદાર પટેલ માર્કેટ યાર્ડનું લોકાર્પણ થશે

શિનોર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
લોકાર્પણ કાર્યક્રમ ૮મી મે 2022ના રોજ કરાશે. - Divya Bhaskar
લોકાર્પણ કાર્યક્રમ ૮મી મે 2022ના રોજ કરાશે.
  • भाભાસ્કર વિશેષ |માર્કેટયાર્ડથી ખેત ઉત્પાદક ખેડૂતોને તાલુકામાં મોટો લાભ થવાનો છે
  • રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ પામેલ માર્કેટ યાર્ડમાં 57 દુકાનો સહિત ગોડાઉનની વ્યવસ્થા

શિનોર ખાતે ધી શિનોર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મુ.સાધલીના માલસર રોડ પર આવેલી સબયાર્ડની પડતર જમીન પર આશરે છ કરોડના ખર્ચે નવનિર્મિત સરદાર પટેલ માર્કેટ યાર્ડ સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ અને વડોદરા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તેમજ સહકાર મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં તારીખ 8મી મેના રોજ યોજાનાર હોઈ તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ માર્કેટયાર્ડથી ખેત ઉત્પાદક ખેડૂતોને મોટો લાભ થનાર છે.

શિનોર તાલુકો છેક છેવાડાનો છે તેની હદ પૂરી થતાં નર્મદા નદી આવી જતાં વિકાસમાં અટકી ગયેલા હાલમાં તાલુકાની જનતાની વર્ષો જૂની માંગ નર્મદા નદી ઉપર પુલ બનાવવાની હતી. તે માલસર અને અસા વચ્ચે પુલ બનાવવાનુ કામ પૂર્ણતાની પ્રગતિમા છે.

શિનોર ખાતે ધી શિનોર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની માલસર રોડ ઉપર પડતર જમીન પર ધી શિનોર તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવયુવાન ચેરમેન સચિનભાઈ પટેલના પ્રયત્નોથી કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત આધુનિક બજાર અને ગોડાઉન માટેના બાંધકામની યોજના રૂપિયા 6 કરોડના ખર્ચે મંજૂર કરાવાઇ હતી, જે ટૂંકા સમયમાં 57 દુકાનો કમ ગોડાઉન, ફાર્મર શેડ, ઓફિસો અને વેચાણ કમ પ્રદર્શન હોલનું સંકુલ નવનિર્મિત કરી સરદાર પટેલ માર્કેટ યાર્ડ નામ મુકાયું છે. આ માર્કેટ યાર્ડના લોકાર્પણનો કાર્યક્રમ તા.૮મી મે-2022ના રોજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના વરદ હસ્તે યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...