કોરોના અપડેટ:પુનિયાદમાં 5ના Rtpcr ટેસ્ટ પોઝિટિવ આવતાં તંત્ર સક્રિય

શિનોર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા હોમક્વોરન્ટાઈન કરી પ્રાથમિક સારવાર અપાઈ

શિનોર તાલુકો ચૂંટણી દરમિયાન કોરોના ગાઈડ લાઈન ભૂલ્યો હતો. આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર પણ લોકોની સાથે બિન્દાસ બન્યું હોય, ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ખાડામાં ગઈ હતી. તેવા સમયે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત અવાખલ સબ સેન્ટરના બે આરોગ્ય કર્મી પોઝિટિવ આવ્યા ત્યાંથી શરૂ થયેલ અગાઉ પુનિયાદ ગામે વિદેશથી આવેલ એક ઈસમ પોઝિટિવ આવતા તેને હોમક્વોરન્ટાઈન કરાયો હતો. જ્યારે તેની આસપાસના લોકોના RTPCR સેમ્પલો લઈ વડોદરા મોકલેલ તેમાંથી નવા 5 જેમાં 4 ખડકી ફળિયાના અને 1 બાંગલા ફળિયાના પોઝિટિવ આવતા આરોગ્યની ટીમ દોડી ગઈ અને તમામને હોમક્વોરન્ટાઈન કરાયા છે. જેમાં 4 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે.

સોમવારે ઘણા લગ્નમાં બહાર ગયા હોય કાલે તમામના સેમ્પલો લેવામાં આવશે એમ જાણવા મળેલ છે. ટી.એચ.ઓ ડો. ધીરેન ગોહિલનો સંપર્ક શાધતા પુનિયાદ ગામે 5 ઈસમોના આર.ટી.પી.સી.આર. પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઈન કરાયા હોવાનું જણાવ્યું છે. કોવિડ ગાઈડ લાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઇઝર અને કામ વગર ઘર બહાર ન નીકળવું જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...