તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માર્ગ મરામત:મોટા ફોફળીયા ગામે માર્ગ મકાન વિભાગ દ્વારા રસ્તાનું કામ કરાયું

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામની શાળા અને દવાખાના પાસે રાજ્ય ધોરીમાર્ગ પર મૂકવામાં આવેલ સ્પીડ બ્રેકરના દોરલા સફેદ પટાને જોતાં રોડ ખસતો હોઈ અને માર્ગ બનાવવામાં હલકી ગુણવત્તા અંગે ગ્રામજનોએ ઉઠાવેલા તંત્ર સામેના સવાલોના પ્રસિદ્ધ થયેલા સમાચારના 24 કલાકમાં માર્ગ મકાન વિભાગ હરકતમાં આવી તાત્કાલિક માર્ગ બનાવનાર ઈજારદારને ખસતા માર્ગને મરામત કરવા કામે લગાડવામાં આવેલ છે.

શિનોર તાલુકાના સેગવા ચોકડીથી શિનોર જવાના રાજ્ય ધોરી માર્ગને વાઈડનીંગ સ્ટ્રેગ્ધનીંગનીગ કરવાની કામગીરી માંડ માંડ પુરી થઇ છે. આ રાજ્ય ધોરી માર્ગ પર મોટા ફોફળીયા ગામની શાળા તેમજ દવાખાના પાસે અવર જવર રહેતી હોવાથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ છે તેને ચિહ્નિત કરવા સફેદ રંગના સીધા પટા દોરવામાં આવેલ છે પણ ત્રણ માસના ટૂંકા ગાળામાં આ સ્પીડ બ્રેકર અને પટા શિનોર તરફ આગળ ખસતા હોય તેમ અઢી ફૂટ આગળ ખસી જતાં આ રાજ્ય ધોરી માર્ગની કામગીરીની ગુણવત્તા હલકી કક્ષાની થઈ હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થયાના 24 કલાકમાં જ માર્ગ મકાન વિભાગ હરકતમાં આવી જઇ કામ કરનાર ઈજારદારને ખસતા રોડવાળા સ્થળ પર મોકલી માર્ગનું મરામત કામ કરવાનુ શરૂ કરાવેલ છે.શિનોર તાલુકામાં તાલુકા પંચાયતની દિવાલ પણ હલકી ગુણવત્તાને લઈને ધરાશયી થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...