તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:મોટા ફોફળીયામાં રસ્તાનું મરામતનું કામ શરૂ કરાવાયું

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામની શાળા અને દવાખાના પાસે રાજ્ય ધોરીમાર્ગ પર મૂકવામાં આવેલ સ્પીડ બ્રેકરના દોરલા સફેદ પટાને જોતાં રોડ ખસતો હોઈ અને માર્ગ બનાવવામાં હલકી ગુણવત્તા અંગે ગ્રામજનોએ ઉઠાવેલા તંત્ર સામેના સવાલોના પ્રસિદ્ધ થયેલા સમાચારના 24 કલાકમાં માર્ગ મકાન વિભાગ હરકતમાં આવી તાત્કાલિક માર્ગ બનાવનાર ઈજારદારને ખસતા માર્ગને મરામત કરવા કામે લગાડવામાં આવેલ છે.

શિનોર તાલુકાના સેગવા ચોકડીથી શિનોર જવાના રાજ્ય ધોરી માર્ગને વાઈડનીંગ સ્ટ્રેગ્ધનીંગનીગ કરવાની કામગીરી માંડ માંડ પુરી થઇ છે. આ રાજ્ય ધોરી માર્ગ પર મોટા ફોફળીયા ગામની શાળા તેમજ દવાખાના પાસે અવર જવર રહેતી હોવાથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ છે તેને ચિહ્નિત કરવા સફેદ રંગના સીધા પટા દોરવામાં આવેલ છે પણ ત્રણ માસના ટૂંકા ગાળામાં આ સ્પીડ બ્રેકર અને પટા શિનોર તરફ આગળ ખસતા હોય તેમ અઢી ફૂટ આગળ ખસી જતાં આ રાજ્ય ધોરી માર્ગની કામગીરીની ગુણવત્તા હલકી કક્ષાની થઈ હોવાના સમાચાર પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થયાના 24 કલાકમાં જ માર્ગ મકાન વિભાગ હરકતમાં આવી જઇ કામ કરનાર ઈજારદારને ખસતા રોડવાળા સ્થળ પર મોકલી માર્ગનું મરામત કામ કરવાનુ શરૂ કરાવેલ છે.

શિનોર તાલુકા પંચાયતની દિવાલ હલકી ગુણવત્તાને લઈને ધરાશયી થયી છે. મોટા ફોફળીયાથી બીથળી જવાના પંચાયત માર્ગ પર પણ હલકી ગુણવત્તા અને સુપર વિઝનના અભાવે માર્ગ પર પાણી ભરાઈ રહે છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરેલ હોવા છતાં તંત્રના અધિકારી દ્વારા જવાબ દાર ઈજારદાર પાસે માર્ગ પર પાણીની ભરાઈ રહેવાની સમસ્યા દૂર કરવામાં આવતી નથી. લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

અન્ય સમાચારો પણ છે...