તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરીની ગુણવત્તા સામે સવાલ:મોટા ફોફળીયા નજીકના હાઈવે પર થયેલી હલકી ગુણવત્તાની કામગીરી

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાઈવે પર સ્પીડ બ્રેકર પાસે દોરેલા સફેદ પટ્ટાને જોતાં રોડ ખસતો હોય તેવો થતો આભાસ. - Divya Bhaskar
હાઈવે પર સ્પીડ બ્રેકર પાસે દોરેલા સફેદ પટ્ટાને જોતાં રોડ ખસતો હોય તેવો થતો આભાસ.
  • રોડ ખસતો હોય તેવો આભાસ થતાં વાહન ચાલકોમાં કૌતુક ફેલાયું
  • માર્ગની મરામત નહીં કરાય તો ખાડા પડી માર્ગ તૂટવાની શક્યતા

શિનોર તાલુકાના મોટા ફોફળીયા ગામની શાળા અને દવાખાના પાસે રાજ્ય ધોરીમાર્ગ પર મૂકવામાં આવેલ સ્પીડ બ્રેકરના દોરલા સફેદ પટાને જોતાં રોડ ખસતો હોય તેવું દ્રશ્યમાન થતાં રાહદારીઓ અને વાહન ચાલકોમાં કૌતુક ફેલાયું હતું. આ માર્ગ ખસતો હોવાથી આ રાજ્ય ધોરીમાર્ગ પરની થયેલી કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.

શિનોર તાલુકાના સેગવા ચોકડીથી શિનોર જવાના રાજ્ય ધોરી માર્ગને પહોળા કરવાની કામગીરી માંડ માંડ પુરી થઇ છે. આ રાજ્ય ધોરી માર્ગ પર મોટા ફોફળીયા ગામની શાળા તેમજ દવાખાના પાસે અવર જવર રહેતી હોવાથી સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા છે. તેને ચિન્હિત કરવા સફેદ રંગના સીધા પટા દોરવામાં આવેલ છે પણ ત્રણ માસના ટૂંકા ગાળામાં આ સ્પીડ બ્રેકર અને પટા શિનોર તરફ આગળ ખસતા હોય તેમ અઢી ફૂટ આગળ ખસી જતાં રાહદારીઓમાં તેમજ વાહન ચાલકોમાં કૌતુક ફેલાયું હતું. તેઓ આ કુદરતી છે કે પછી માર્ગ ઉપર તાજેતરમાં થયેલ કામગીરીની ગૂણવત્તા ઉતરતી કક્ષાની હોવાની ચર્ચાઓ સાથે વધુ એક વખત સેગવા ચોકડીથી શિનોરનો રાજયધોરી માર્ગ વિવાદનો પર્યાય બનેલ છે.

હાલ ખસેલો જોવા મળેલ માર્ગના ભાગની સત્વરે મરામત કરવામાં નહી આવે તો ખાડા થઈ માર્ગ તૂટી જવાની શકયતાઓ ઊભી થઇ છે. તાજેતરમાં માર્ગ બનેલ હોય બનાવનાર ઈજારદાર દ્વારા કરાયેલ કામગીરીને લઈને તંત્ર પગલાં લેશે કે નહીં તેની પણ ચર્ચા શિનોર પંથકમાં ચાલે છે.

અન્ય સમાચારો પણ છે...