તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિનોર તાલુકાના ભેખડા ગામ એક જ જ્ઞાતિના બે પડોશી કુટુંબો વચ્ચે દારૂ વેચવાની જાણ પોલીસને કરવાનો વહેમ રાખી ઝઘડો થતા શિનોર પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.
ભેખડા મુકામે રહેતી પાવા કોમલ કંચનભાઈએ 11 મેના રોજ આપેલ ફરિયાદ મુજબ પાવા જતીન રણછોડ તેનો દારૂ પકડાય તો ફરિયાદીના પિતા કંચનભાઈ પકડાવે છે. તેવો વહેમ રાખી કોમલના ઘર આગળ ફળિયામાં ગાળો બોલતો હતો. તેને ગાળો બોલવાની ના પાડતા કોમલ સાથે ખરાબ વર્તન કરી ઝપાઝપી અને મારામારી કરતા ફરિયાદીના માતા-પિતા છોડાવવા પડતા તેમણે પણ ગાળો આપી માર મારેલ હતો. આ સમયે તેની પત્ની સંગીતા પતિનું ઉપરાણું લઈ ધારીયા સાથે આવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શિનોર પોલીસ દ્વારા સામેવાળા બંને જનીત રણછોડ પાવા તથા સંગીતા જનીત પાવા સામે ગુનો નોંધ્યો હતો. બીજી તરફ પાવા જતીન રણછોડ પાવાની ફરિયાદ મુજબ સંગીતા કંચન અંટોલ પાવા ઓટલા બહારથી ગાળો બોલતા હતા. જેથી જતીન પાવાએ ગાળો બોલવાનું ના કહેતા તેના પતિ કંચનભાઈ તથા સંગીતાએ ઝઘડો કરી મારવા લાગેલા. તે વખતે તેમનો પુત્ર ભાવિકે કુહાડીથી જતીન પાવાને માથામાં મારી ઈજા કરેલ અને તેની માતા સંગીતાએ જતીન પાવાની પત્ની સંગીતાબેનને માથામાં ઈંટો મારી, થાંભલા સાથે માથુ અથાડી મારી નાખવાના ઈરાદે ગળુ દબાવી ઈજાઓ કરી હતી. તેથી 108 ગાડીમાં પ્રથમ ડભોઈ સરકારી દવાખાને સારવાર કરી વડોદરા રીફર કરાયા હતા. રીપોર્ટના નાણા ના હોવાથી પરત આવી બીજા દિવસે વડોદરા દવાખાને સારવાર કરાવી ઘરે પાછા આવ્યા પછી શિનોર પોલીસને ઘરે બોલાવી ઈજાગ્રસ્ત હોય સંગતા કંચનભાઈ, કંચન અંટોલ પાવા તથા ભાવિક કંચન પાવા સામે ગુનો નોંધી ત્રણેવ આરોપીને ઝડપી પાડેલ છે.
શિનોર પોલીસ દ્વારા દારૂ બંધ કરવા કડક સૂચનાઓ આપી હોવા છતા નાનકડા ભેખડા ગામમાં એકબીજાની દારૂની બાતમી પોલીસને આપવાના બહાના હેઠળ બંને પાડોશીઓ વચ્ચે ઝઘડાએ વરવુ રૂપ કરેલ છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.