કામગીરી:સહકારી ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં 7 મંડળી સામે કોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચાઈ

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ચૂંટણીમાં ભાજપ વિચારધારા ધરાવતા ઉમેદવારો સામ સામે છે
  • હાલ માત્ર 5 ઝોનની ચૂંટણી તારીખ 10 જૂન 2022ના રોજ સાધલી મુકામે યોજાશે

સહકારી ખરીદ-વેચાણ સંઘની યોજાનાર ચુટણીમા સાત મંડળીઓને તત્કાલીન કસ્ટોડીયન ખોટી રીતે સભાસદ બનાવેલ હોવાના કારણે સભા સદ રદ કરવા નામદાર હાઈકોર્ટમાં કરેલી પિટિશન પરત ખેંચી લેતા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી રસપ્રદ બનશે. આ ચૂંટણીમાં ભાજપ વિચારધારા ધરાવતા ઉમેદવારો સામ સામે છે. શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી આગામી તારીખ 10 જૂન 2022ના રોજ સાધલી મુકામે યોજાનાર છે.

ચૂંટણી અધિકારી સમક્ષ તમામ ફોર્મ મંજૂર થયા પછી સતીષાણા વિવિધ કાર્યકારી મંડળી તથા અન્ય પાંચ મંડળીઓ દ્વારા નામદાર હાઇકોર્ટમાં સ્પેશ્યલ સિવિલ એપ્લિકેશન 9782/2022 દ્વારા પિટિશન દાખલ કરીને સામેવાળી સાત મંડળીઓ જેમાં ચાર-આણંદી ગામની બે-બીથલી ગામની અને એક દરિયાપુરા ગામની મંડળીના મતદારો મતદાન ન કરે તે બાબતે પિટિશન દાખલ કરી જે તે સમયના કસ્ટોડિયન દ્વારા આ મંડળીઓને ખોટી રીતે સભાસદ બનાવેલ છે. તેવુ કારણ આગળ ધરી દાદ માંગવામાં આવેલ હતી.

પરંતુ મુદત 6 જૂને પીટીશનરોના વકીલ દ્વારા આ પિટિશન પરત ખેંચાતા હાઇકોર્ટના ન્યાયાધીશ વૈભવી નાણાવટી દ્વારા ઓરલ ઓર્ડર કરીને આ પિટિશન પરત ખેંચાઈ હોય તેની જાણ કરેલ છે. પિટિશન કરનારાઓમાં કોંગ્રેસ તથા ભાજપાના ચેરમેનો મંડળી વતી સામેલ હતા. જ્યારે જેના સામે પિટિશન દાખલ થયેલ છે તે મંડળીના ચેરમેનો પણ ભાજપાના છે. આમ શિનોર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમા કોંગ્રેસ તથા ભાજપાનું ઈલુ-ઈલુ દેખાઈ આવે છે.

અન્ય સમાચારો પણ છે...