લોકો ખુશ:શિનોર તાલુકામાં મોબાઇલ નેટવર્ક સુધારવા ટાવર મુકાતાં લોકો ખુશ

શિનોર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરપંચ અને જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પ્રયત્નોથી ટાવર ઉભો થયો
  • ​​​​​​​રાજ્ય ધોરીમાર્ગ પર ટાવર વગર ઘરોમાં મોબાઇલનો ઉપયોગ નહોતો થઇ શકતો

મોબાઈલ ફોન એક જરૂરિયાત સાથે હાલ ભણતર માટે પણ ઉપયોગી બની ગયેલ છે. શિનોર તાલુકામાં રાજ્ય ધોરી માર્ગ પર આવેલા બીથલી ગામે કોઈપણ કંપનીના મોબાઈલ ટાવર ના હોય ઘરોમાં તેનો ઉપયોગ થઈ શકતો નહતો.જેને લીધે ગ્રામજનોને તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મુશ્કેલી અનુભવતા હતા. ત્યારે ગામના સરપંચ અને જી.પ.સદસ્યના પ્રયત્નોથી ગામમાં મોબાઈલ ટાવરની સુવિધા ઉભી થતા ગ્રામજનોમાં આનંદ વ્યાપેલ છે.

કોરોનાની મહામારીની અસર હજુ પણ શાળાઓમાં જોવા મળે છે. સરકાર દ્વારા શાળાઓમાં 50 ટકા હાજરી, નાના બાળકોને ઓનલાઇન તેમજ ઓફ લાઈન અથવા લિંકથી ભણતરની સંમતી આપેલી છે. અને તેને કારણે દરેકના ઘરોમાં નાના , મોટા તેમજ બાળકો પાસે મોબાઈલ ફોન છે. પરંતુ શિનોર તાલુકામાં કેટલાય અંતળિયાળ ગામોમાં મોબાઇલની કનેક્ટિવિટી ટાવર ના હોવાને કારણે મોબાઈલ ફોન શોભાના ગાઠીયા સમાન હોય મોબાઈલ ધારકોમાં કચવાટ વ્યાપેલ છે.

શિનોર તાલુકાનું બીથલી ગામ રાજ્યધોરી માર્ગ પર આવેલું હોય તેમ છતાં મોબાઈલ ટાવર ના હોવાને કારણે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હતી. ત્યારે ગામના સરપંચ અને ગામના મહિલા જિલ્લા પંચાયત સદસ્યના પ્રયત્નોથી ગામમાં જીઓ કંપનીનો ટાવર ઉભો થતા મોબાઈલ ફોનની કનેક્ટિવટી આવતા ફોન રણકતા થયેલા છે.

મોબાઈલ ટાવર આવતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આનંદ વ્યાપેલ છે. ગામના આ બને આગેવાનો, લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. હજુ પણ કેટકાય અંતળિયાળ ગામોમાં મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે વિદ્યાર્થીઓ સહિત સ્થાનિક ગ્રામજનો હાલના સમયમાં હેરાન પરેશાન થઇ રહ્યાં છે. આ વિસ્તારના આગેવાનો તેમજ ધારાસભ્યને આ બાબતે રજુઆત કરવામાં આવેલી હોય તેમના દ્વારા જલ્દી કાર્યવાહી હાથ ધરવામાં આવી તેવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...