શિનોર તાલુકાના પુનિયાદ ગામે આજથી 15 વર્ષ અગાઉ શ્રી તારકેશ્વર મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું હતું..શિવલિંગ સહિત ગણેશ, હનુમાનજી, અંબે માં તથા સાંઇબાબાની મૂર્તિઓ પ્રસ્થાપિત કરાઇ હતી. આ મંદિરને 15 વર્ષ પૂર્ણ થઇ 16માં વર્ષમાં પ્રવેશ થતાં તારીખ 16 મેના રોજ પાટોત્સવ નિમિત્તે, સમસ્ત પુનિયાદ ગામના ગ્રામજનોના સહયોગથી, નવચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.
તેમજ નવચંડી યજ્ઞ પૂર્વે, તારીખ 15 મે રવિવારના રોજ સવારે, આત્મીય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, વડોદરા, દિવ્યા લેબોરેટરી વડોદરા તથા સીમા પેથોલોજી લેબ, હાલોલના સંયુક્ત ઉપક્રમે, ડાયાબિટીસ, કીડની, બ્લડપ્રેશર અને ગર્ભાશય પીએપી ટેસ્ટ સહિતના નિદાન કેમ્પનું આયોજન તથા રાત્રે 9 કલાકે જયેશ બારોટના કંઠે લોકડાયરાનું આયોજન કરાયું છે. ત્યારે હાલ આ કાર્યક્રમ ને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોય, સમગ્ર ગામમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામની યુવા ટીમ દ્વારા છાશ-પાણી જ્યારે મહાપ્રસાદીના દાતા તરીકે ગામના રહીશ અને હાલ અમેરિકા સ્થિત સુરેશભાઈ હિરાભાઇ પટેલ તથા ગામના વતની અને બરોડા સેન્ટ્રલ બેંકના ડિરેક્ટર, દિલિપભાઈ વિઠ્ઠલભાઈ પટેલ દ્વારા મહત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરી, શ્રદ્ધા-ભક્તિ અર્પણ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.