તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેસ્ક્યૂ:શિનોરના માલસર ગામના અવાવરુ કૂવામાંથી પાટલાઘોનું રેસ્ક્યૂ કરાયું

શિનોર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
માલસરમાં રેલ્વે સ્ટેશન પાસે 70 ફૂટ ઊંડા અવાવરૂં કૂવામાંથી પાટલાઘોનું રેસ્ક્યૂ કરાયું હતું. - Divya Bhaskar
માલસરમાં રેલ્વે સ્ટેશન પાસે 70 ફૂટ ઊંડા અવાવરૂં કૂવામાંથી પાટલાઘોનું રેસ્ક્યૂ કરાયું હતું.
  • પાટલાઘોને સલામત સ્થળે છોડી દેવામાં આવી

શિનોર તાલુકાના માલસર ગામે રેલવે સ્ટેશન પાસે આવેલા અવાવરૂં કૂવામાં પાટલાઘો હોવાની માહિતી ગાયોના ગોવાળે શિનોર વનવિભાગના અધિકારી અને વાઈલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમને જાણ કરતાં પાટલાઘોનું રેસ્ક્યૂ કરી કૂવામાંથી બહાર કાઢી સલામત સ્થળે છોડી દેવામાં આવેલ છે.શિનોર તાલુકાના માલસર ગામે રેલ્વે સ્ટેશન પાસે 70ફૂટ ઊંડા અવાવરૂં કૂવો આવલો છે. અહીં નજીકમાં ગાયો ચરાવતા ગોવાળે આ કૂવામાં બે ફૂટ લાંબી પાટલાઘો જોતાં શિનોરના વનવિભાગના આર એફ ઓ સંજય પ્રજાપતિ અને વાઈલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરતભાઈ મોરેને જાણ કરવામાં આવી હતી.

આરએફઓ સંજય પ્રજાપતિ અને વાઈલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરતભાઈ મોરે, સંજય ખત્રી અને ટીમ માલસર પહોંચી 70 ફૂટ ઊંડા કૂવામાં સીડીની મદદથી ઉતરી બે કલાકની ભારે જહેમત બાદ બે ફૂટ લાંબી પાટલાઘોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. કૂવામાંથી બહાર કાઢવામાં આવેલી પાટલાઘોને સલામત સ્થળે છોડી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શિનોરના તરવા ગામેથી 11 પાટલા-ઘોને મોત ને ઘાટ ઉતારી શિકાર કરતાં બે ઈસમોને ઝડપી લીધા હતા ત્યારે શનિવારે પાટલાઘોનું સફળતા પૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવી સલામત સ્થળે છોડી દેવાતાં શિડ્યુલ શ્રેણીમાં આવતી પાટલા-ઘોની ચર્ચા શિનોરમાં ટોક ઓફ ધ ટાઉન બની હતી.

અન્ય સમાચારો પણ છે...