તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:શિનોરના માટે આશીર્વાદરૂપ 2 બસો ચાલુ કરવા મુસાફરોની માગ

શિનોર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરાથી માલસર આવતી બેે બસો અચાનક બંધ કરી દેવાઇ
  • મનસ્વી નિર્ણયથી મુસાફરો, નોકરિયાતોને મુશ્કેલી વેઠવાનો વારો

શિનોર તાલુકાના મુસાફરો માટે આશીર્વાદ સમાન પાણીગેટ ડેપોની સવારના બે ટાઈમની બસ બંધ કરાતાં મુસાફરોમાં રોષ વ્યાપેલ છે. ડેપોના વહીવટ કરતા અધિકારીના આ મનસ્વી નિર્ણયથી આવક લાવતી બસો બંધ કરી ડેપોને પણ નુકસાનમાં ઉતારેલ છે. આ બસો ચાલુ કરવા તાલુકાના મુસાફરોની માગ ઉઠેલ છે.

વડોદરાના પાણીગેટ ડેપોથી સવારે 7 વાગે અને બીજી 8:30 વાગે વડોદરાથી માલસર આવતી બેે બસો અચાનક બંધ કરી દેવામાં આવી છે. હાલમાં કોરોનાની મહામારીને લઈને નોકરિયાતોને આ બસના ટાઈમ અનુકૂળ હોઇ રેગ્યુલર અપડાઉન કરે છે.

પણ હાલમાં પાણીગેટ ડેપોના સંચાલકો દ્વારા આ કમાઉ દીકરા જેવી બસો બંધ કરી દેવામાં આવી છે. ડેપો સંચાલકના આ મનસ્વી નિર્ણયથી મુસાફરો અને નોકરિયાતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ આવક લાવતી બંને બસો બંધ કરતા ડેપોને પણ નુંંકસાનમાં લઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...