આક્રોશ:શિનોર MGVCLની કચેરીનો વહીવટ ખાડે જતાં ગ્રાહકોમાં રોષ

સાધલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
શિનોરની વીજ કચેરીમાં તમામ ખુરશીઓ ખાલીખમ જોવા મળે છે. - Divya Bhaskar
શિનોરની વીજ કચેરીમાં તમામ ખુરશીઓ ખાલીખમ જોવા મળે છે.
  • વીજ કચેરીમાં સ્ટાફનો અભાવ, ઓનલાઈન કામ વારંવાર બંધ રહે છે
  • સામાન્ય કામ માટે વીજ કચેરીમાં ધક્કા ખાવા પડતા ગ્રાહકોમાં રોષ

શિનોર એન જી વી સી એલ કચેરીનો વહીવટ કરતા વીજ ગ્રાહકોને ધરમધક્કા. જિલ્લાની શિનોર સ્થિત એમજીવીસીએલ કચેરીના વહીવટ ખાડે ગયો હોય તેમ અહીં કચેરીના કામકાજ એ આવતા વીજ ગ્રાહકોને સામાન્ય કામ માટે પણ ધરમના ધક્કા થતા કચેરી વિરુદ્ધ રોષ ભભૂક્યો જોવા મળ્યો હતો. શિનોર એમ.જી.વી.સી.એલ કચેરી ખાતે ચાલુ સપ્તાહ દરમ્યાન ઓનલાઇન બંધ રહેવાના તેમજ સ્ટાફ નહીં હોવાના કારણે વીજ ગ્રાહકોને સામાન્ય કામ માટે પણ ધરમના ધકકા ખાવા પડી રહ્યા છે. કચેરીમાં હાજર અધિકારીઓ દ્વારા વીજ ગ્રાહકોની રજૂઆત સાંભળી યોગ્ય જવાબ કે માર્ગદર્શન આપ્યા વિના ઉડાવ જવાબ આપી દેવાય છે.

ડેપ્યુટી એન્જિનિયર કે જે કચેરીના મુખ્ય અને જવાબદાર અધિકારી ગણી શકાય તેઓ ખુદ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરવાને બદલે ગમે તે ઉડાઉ જવાબ આપે તો અન્ય સ્ટાફ પાસેથી શું આશા રાખી શકાય. અહીં તમામ ખુરશીઓ જ્યારે જુઓ ત્યારે ખાલીખમ હોય છે. હાજર સ્ટાફ એક રૂમમાં ભેગા મળીને ગપાટા મારે છે અને વીજ ગ્રાહકો પોતાનો કામ ધંધો છોડીને તેની રાહ જોઈને બેસી રહે.

શું આ છે તેમની ફરજ? કચેરી સાથે સંકળાયેલા ગ્રાહકોમાં પૈકીના મોટાભાગના ગ્રાહકો ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો છે. અને હાલ ખેતીનું કામ છોડી તાપ તડકામાં કચેરીના કામે આવતા વીજ ગ્રાહકોને સંતોષકારક જવાબ આપી શકાય કે કેમ આ અંગે એમ.જી.વી.સી.એલ.ની વડી કચેરીશું નોંધ લે છે એ તો સમય બતાવશે.

અન્ય સમાચારો પણ છે...