અરજદારો પરેશાન:શિનોર મામલતદાર કચેરીમાં 3 દિવસથી ઓનલાઈન સર્વર ઠપ્પ

શિનોર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દસ્તાવેજ, રેશનકાર્ડનું કામ ન થતા અરજદારો પરેશાન

શિનોર મામલતદાર કચેરીમાં ત્રણ દિવસથી ઓનલાઈન સર્વર ઠપ થતા ઓનલાઇન કામગીરી ખોરવાતા દાખલા, દસ્તાવેજ, રેશનકાર્ડ જેવી કામગીરી ના થતા અરજદારોને ધર્મધક્કા ખાવાનો વારો આવતા અજદારોમાં રોષ જોવા મળેલો છે. શિનોર મામલતદાર કચેરીમાં ઓનલાઇન કરવાની કામગીરી માટેની બી.એસ.એન.એલ. નું સર્વરમાં ખામી થતા ખોટકાઈ જતા ઓનલાઇન કામગીરી છેલ્લા ત્રણ દિવસથી ઠપ થઇ ગઈ છે.

અરજદારો ઇધરામાં ખેતીની જમીનને લગતી કામગીરી, વેચાણ દસ્તાવેજની લગતી કામગીરી, આવક જાતિના દાખલા, રેશનકાર્ડ ની કામગીરી ,સીટી સર્વે કચેરીની કામગીરી માટે આવતા તેઓના કામ નહીં થતા અજદારોમાં ધર્મધક્કા ખાવા પડે છે. છેલા ત્રણ દિવસથી તાલુકામાંથી આવતા અરજદારો સમય અને નાણા નો વ્યય થતા અને ધર્મધક્કા થતા મામલાતદાર કચેરી ની કામગીરી પર રોષ વ્યાપેલ છે.

સરકાર એક બાજુ લોકોને સરકારી લાભ મળે તે માટે સક્રિય રીતે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ લેવા માટે સરકારી કચેરીના દાખલાઓ પણ સાથે મુકવા પડતા હોય છે. તેવા સમયે સર્વર ખોટકાતા અરજદારો અટવાઈ રહયા છે. શિનોર તાલુકા ના ૪૧ ગામોમાં જમીન, મકાન, તેમજ હક કમી જેવા દસ્તાવેજો માટે અઠવાડિયા માં માત્ર બે દિવસ દસ્તાવેજ ની કામગીરી થાય છે.

અન્ય સમાચારો પણ છે...