બેદરકારી:શિનોરના ધ્વજવંદન સમારોહની આમંત્રણ પત્રિકામાં કોવિડ ગાઇડલાઇનના પાલનની સૂચના ગેરહાજર

શિનોર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમૃત મહોત્સવની ઉજવણી કરવા શિનોર મામલતદાર કચેરીએ આમંત્રણ પત્રિકા છપાવી છે

શિનોર તાલુકા કક્ષાના ધ્વજવંદન સમારોહની આમંત્રણ પત્રિકામાં કોવિડ SOPનું પાલન કરવાનું તાકીદ કરવા કોઈ પણ જાતની સૂચના લખાઈ ના હોય ચર્ચાસ્પદ બનેલ છે.

આગામી તરીખ 15 ઓગસ્ટ 2021ના રોજ આઝાદીના 75 વર્ષ હોઇ અમૃત મહોત્સવની ઉજવણી કરવા શિનોર મામલતદાર કચેરી દ્વારા આમંત્રણ પત્રિકા નાયબ મામલતદાર (વહીવટ) આર.યુ.વાસદીયાની સહીથી અપાયેલ છે. જેમાં વી.વી.વાળા મામલતદાર શિનોરના હસ્તે તાલુકાના માજરોલ ગામે પ્રાથમિક શાળામાં ધ્વજવંદન સમારોહ સવારના 9 કલાકે રાખેલ છે. આ મંગલદિને રાષ્ટ્રિયપર્વની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાણ કરાઈ છે.

હાલમાં સરકારી ધાર્મિક, રાજકીય કે શૈક્ષણિક કાર્યક્રમોની આમંત્રણ પત્રિકામાં કોવિડ SOPના નિયમોનું પાલન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ માટે ખાસ તાકીદ કરવામાં આવતું હોય છે. ત્યારે શિનોર મામલતદાર કચેરીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ/મામલતદાર શિનોરની કચેરી દ્વારા 15મી ઓગસ્ટ ધ્વજવંદન કાર્યક્રમની સાદા કાર્ડની આમંત્રણ પત્રિકામાં કોવિડ SOPનું પાલન કરવાની કોઈ નોંધ કે સૂચના મુકાઈ ના હોઇ તે ચર્ચાસ્પદ બનેલ છે.