તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:શિનોરમાં 30 એન્ટિજન ટેસ્ટમાં સતત 9 દિવસથી મળતાં નેગેેટિવ કેસ

શિનોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંગળવારે Rtpcrના 96 સેમ્પલ કોરોનાની તપાસ માટે વડોદરા SSGમાં મોકલાયા હતા
  • તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગના આંકડામાં ખોટા નામોનો પણ ઉલેખ કરી આંકડા ખોટા બતાવી રહ્યાં હોવાની લોકોમાં ચર્ચા

શિનોર આરોગ્યતંત્ર દ્વારા આજે 30 એન્ટિજન ટેસ્ટમાં સતત 9માં દિવસે નેગેટિવ પરિણામ આવેલો છે. આજે Rtpcr ના 96 સેમ્પલ વડોદરા એસ.એસ.જી. તપાસ માટે મોકલેલા છે. આરોગ્ય તંત્ર દ્વારા હાલ કોરોના ટેસ્ટીંગના આંકડામાં ખોટા નામોનો પણ ઉલેખ કરી આંકડા ખોટા બતાવી રહ્યાં હોવાનું ચર્ચાય છે.શિનોર, સીમળી અને સાધલી પીએચસી દ્વારા 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટ કરેલા તે તમામ નેગેટીવ આવેલા છે. જ્યારે 96 Rtpcrના સેમ્પલ વડોદરા મોકલેલા છે. શિનોર તાલુકામાં છેલ્લા 9 દિવસથી કોરોના ટેસ્ટીંગમાં કોઈ પોઝિટિવ મળી આવ્યું નથી.

આરોગ્ય તંત્ર દ્વારા કરાતા કોરોના ટેસ્ટીંગમાં નેગેટિવ આવેલા ઇસમોના નામોની તપાસ કરતા મોટાભાગના લોકો કે જેને આ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો જ નથી તેવા લોકોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જણાઇ આવ્યું છે. સાધલી પીએચસી દ્વારા આગાઉ સાધલી અને હાલ આઉટ સ્ટેટ મહારાષ્ટ્રમાં રહેતા દર્દીનું પણ Rtpcr ટેસ્ટીંગ સાધલીમાં નોંધેલું છે. હકીકતમાં આ મહિલા ઘણા મહિનાથી મહારાષ્ટ્રમાં છે. Rtpcrના સેમ્પલમાં એક જ મોબાઈલ ઉપર ત્રણથી ચાર દર્દીને અલગ આઇડી નંબર આપી કરાતું કાગળ પરનું ટેસ્ટીંગ બતાડી શું સિદ્ધ કરવા માગે છે.

આરોગ્ય કર્મચારીઓ કોના ઈશારે આવા ખોટા Rtpcr નોંધીને નેગેટીવના ખોટા આંકડા બહાર પાડી રહ્યા છે. તે તપાસનો વિષય છે. શિનોર, સાધલી અને સીમળી પીએચસી દ્વારા સાચા એન્ટિજન અને સાચા Rtpcr કરી તાલુકાનું સાચું ચિત્ર દર્શાવે એ જનહિત માટે જરૂરી છે. હાલ તો લોકો તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા કોરોના ટેસ્ટીંગમાં નેગેટિવ રીપોર્ટ આવતા હોવાનું બહાર પડાતું હોય બેફિકર થઈ ફરી રહયાં છે.

અન્ય સમાચારો પણ છે...