લોકડાઉન:માલસર-અસા વચ્ચે નૌકા વ્યવહાર શરૂ થયો

શિનોર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એસટી બસ કે ખાનગી વાહનોની સેવા બંધ હોવાથી લોકોને પગે ચાલી જવું પડે છે

કોરોના મહામારીને લઈને વડોદરા જિલ્લા, નર્મદા જિલ્લા અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં ચાલતી નવકાર સેવા કેટલા સમયથી બંધ હતી. નૌકા સેવા બંધ થતા કિનારાના ગામોના લોકોને સામે પાર જવાની સુવિધા છીનવાય જવા પામી હતી. જ્યારે લોકડાઉન-4માં છેલ્લા ચાર દિવસથી માલસરથી વસાવત, અસા ગામે જવા નર્મદા નદીમાં નવકાર સેવા શરૂ થતા કિનારાના ગામોને નજીકનું મોટું બજાર શિનોર મુકામે આવશ્યક વસ્તુની ખરીદી માટેની વાહન સુવિધા થઈ હતી. પરંતુ હાલમાં માત્ર નવકાર સેવા ચાલે છે અને કિનારાના બન્ને ગામો માલસર કે અસરથી એસટી બસ કે ખાનગી વાહનો ચાલતા ન હોવાથી બંને બાજુના કિનારાથી નજીકના ગામોના લોકોને પગે ચાલીને જવું પડે છે. જેથી લોકોને હજુ પણ તકલીફ ભોગવવી પડે છે. નવકાર સેવા શરૂ થતા બાઈકવાળાઓને અવર જવર કરવાની સુવિધા મળી છે.

અન્ય સમાચારો પણ છે...