શિનોર તાલુકાના માલસર ગામના માછી ફળીયામાં રહેતા રાજુભાઈ અરવિંદભાઈ માછી તેઓ માલસર ગામેથી સામાજીક પ્રસંગમા ઝનોર જતા હતા. તે દરમ્યાન કરજણ તાલુકાના લીલોડ ગામેથી પસાર થતી વખતે પુરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે રાજુભાઈને પાછળથી ટકકર મારી આડફેટમા લીધા હતા. જેથી તેઓ રોડ પર પટકાયા હતા. તેમને માથામા, શરીર પર ઈજાઓ થઈ હતી. પ્રાથમિક સારવાર મળે તે પહેલાં દમ તોડ્યો હતો.
આનીજાણ ભરુચના સાંસદ મનસુખ વસાવા તથા કરજણ/શિનોરના પુર્વ ધારાસભ્ય સતીષભાઇ નિશાળીયાને થતા માલસર મુકામે રાજુભાઈના પરીવારની મુલાકાત લીધી હતી. અને તેમને સાંત્વના પાઠવી હતી. દુખ વ્યકત કર્યું હતુ. કરજણ તાલુકાના નર્મદા કિનારાની પટ્ટી ઉપર રેતીની લીઝો આવેલી છે.
જેના કારણે આ રોડ પર 24 કલાક ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો બોફામ બિન્દાસ દોડતા હોય છે. જેના કારણે નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. પરંતુ સમગ્ર પથંકમા લોકમુખે ચર્ચાઈ રહ્યુ છે કે પોલીસ અને ખાણ ખણીજની મિલીભગતથી આ બધુ ચાલી રહ્યુ છે. આવી બેદરકારીના કારણે ટુકા ગાળામાં 5 વ્યકિતએ જીવ ગુમાવ્યા છે. આમ જનતામા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.