તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલટો:શિનોરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા

શિનોર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 15 દિવસથી વરસાદે હાથતાલી આપી લાંબો વિરામ લીધો હતો

શિનોર પંથકમાં છેલ્લા 15 દિવસથી વરસાદે હાથ ટાળી આપી લાંબો વિરામ લીધો હતો. જેથી તાપ અને અસહ્ય બફારો થવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ખેડૂતોએ પણ પ્રથમ ઇનિંગના સારા વરસાદ પડતા ખેતરો તૈયાર કરી મોઘાદાટ બિયારણોની વાવણી કરી હતી. પણ છેલ્લા 15 દિવસથી વરસાદ હાથ ટાળી આપી હતી. વરસાદના પડતાં ખેડૂતોના મોઘા બિયારણો ફેલ જવાની નોબત આવી ગઈ હતી. વરસાદની કાગડોળે ખેડૂતો રાહ જોતા હતા.

ત્યારે શનિવારે સાંજના 5:30 કલાકે અચાનક આખા દિવસની ગરમી અને બફારા પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડો પવન ફુકાયા બાદ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વરસાદની આ જોરદાર બીજી ઇનિંગ શરૂ થતા ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી. આ વરસાદથી ખેડૂતોના બિયારણો બચી જવાની આશા બંધાઈ છે અને ખેતી લાયક વરસાદ પડ્યો હોય તેવું ખેડૂતો તરફથી જાણવા મળ્યું છે. વરસાદના પગલે શિનોર ગામના માર્ગો પર ઘૂંટણસમા પાણી વહેતા હતા. નાના ભૂલકાઓ સહિત મોટેરાઓએ વરસાદમાં નાહવા નીકળી પડ્યા હતા.

નસવાડી તાલુકામાં 16 દિવસના વિરામ બાદ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી
નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો છે. નસવાડી તાલુકાના ખેડૂતો દ્વારા કપાસ, તુવર, મકાઈના બીજના વાવેતર કર્યા બાદ ખેતરમા ખેડૂતોનું બીજ ઊગી નીકળ્યું હતું. કારણ કે પહેલો વરસાદ સારો થયો હતો. પછી 24 જૂનના રોજ સારો વરસાદ થયા બાદ એકંદરે ખેડૂતોના ખેતરમા છોડ ઊગી ગયા છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસથી વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. શનિવારના રોજ નસવાડી ટાઉન સાથે આજુબાજુના ગામડામા વરસાદ પડ્યો હતો. વરસાદ સામાન્ય હતો. પરંતુ ખેડૂતો ખુશી વ્યક્ત કરી છે. જ્યારે વાતાવરણમા ગરમીના અસહ્ય ઉકળાટ બાદ વરસાદ થતાં હાલ તો ઠંડક ફેલાઈ છે. જ્યારે હજુ ભારે વરસાદની આશ ખેડૂતો લગાવી રહ્યા છે. એકંદરે 16 દિવસના લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...