તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:શિનોરમાં સોનીની દુકાનમાંથી ધોળે દિવસે દાગીનાની ચીલઝડપ

શિનોર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
સીસીટીવી કેમેરામાં ગઠીયાઓ જણાઈ આવે છે. - Divya Bhaskar
સીસીટીવી કેમેરામાં ગઠીયાઓ જણાઈ આવે છે.
  • ગ્રાહકના સ્વાંગમાં આવેલ 3 સ્ત્રી અને 2 પુરુષ દાગીના ચોરી ગયા
  • દુકાનના સીસીટીવી કેમેરામાં ચોરી કરતી 5 વ્યક્તિ કેદ થઈ હતી

શિનોરના બજારમાં સ્ટાર જ્વેલર્સ નામની ચોકસી દુકાન આવેલી છે. બપોરના સુમારે ત્રણ સ્ત્રી અને પુરુષ ગ્રાહકના સ્વાંગમાં આવેલા દુકાન માલિક પાસે સોનાના ઝુમ્મર અને બે જોડ ચાંદીના પાયલ, સાંકડા ચીલઝડપ કરી જતા રહ્યા હતા.

ગ્રાહકના સ્વાંગમાં આવેલી પાંચ વ્યક્તિ ગયા બાદ દસાડા દુકાન માલિક ઇબ્રાહિમ શેખ ગયા બાદ દુકાનદારે બોક્સનો માલ મુકવા જતા તેમાં એક ઝુમ્મર વજન 3.600ના સોનાના ઝુમ્મરની કિંમત આશરે 18 હજાર રૂપિયા તથા બે જોડ રજવાડી પાયલ સાંકડા તે બે જોડની કિંમત રૂપિયા 28000 કુલ 45 હજારની કિંમતના દાદીનાની ચીલઝડપ થતા દુકાનદાર ચોંકી ઉઠ્યા હતા.

દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા બે પુરુષ અને ત્રણ સ્ત્રીઓ આ માલની ચીલઝડપ કરી ગયા હોવાનું જાણ થતા શિનોર પોલીસ મથકે પાંચ અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. અગાઉ છ માસ પૂર્વે શિનોરના જ્વેલર્સની દુકાનમાંથી ચીલ ઝડપ થઈ હતી. પરંતુ સીસીટીવી કેમેરાના અભાવે ફરિયાદ થઇ ન હતી. શિનોર પંથકમાં આ ઘટનાથી ચકચાર મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો