ભાસ્કર વિશેષ:ચૂંટણીમાં સરેરાશ મતદાન ઊંચુ લાવવા સૂચન કરાયું

શિનોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે સાધલી ગામે મતદાન મથકે  મુલાકાત લઈ વડીલો સાથે ચર્ચા કરી હતી. - Divya Bhaskar
જિલ્લા કલેક્ટર એ. બી. ગોરે સાધલી ગામે મતદાન મથકે મુલાકાત લઈ વડીલો સાથે ચર્ચા કરી હતી.
  • જિલ્લા કલેક્ટર એ.બી. ગોરે સાધલી મતદાન મથકની મુલાકાત લીધી
  • નવા યુવા મતદારો ઉત્સાહ ભેર મતદાન કરે તે માટે ખાસ અનુરોધ કરાયો

વર્ષ ના અંતમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ મતદાન ની ટકાવારી ઉંચી જાય તેના ભાગરૂપે આજરોજ જિલ્લા કલેક્ટર એ.બી. ગોરે શિનોર તાલુકાના સાધલી મતદાન મથકની મુલાકાત લઈ વિધાનસભા સભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલી ટીમને સૂચનાઓ આપી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં જે મતદાન મથકો પર સરેરાશ મતદાન ઓછું થવા પામ્યું હતું. તેવા મતદાન મથકોની મુલાકાત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.

જેના ભાગરૂપે આજરોજ 147 કરજણ - શિનોર - પોર વિધાનસભા મત વિસ્તારના શિનોર તાલુકાના સાધલી ગામના મતદાન મથકે ગત વિધાનસભાની ચૂંટણીમાં જે સરેરાશ મતદાન છે તેના કરતાં ઓછું મતદાન થવા પામ્યું હતું. જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેક્ટર એ.બી. ગોરે આ મતદાન મથકની મુલાકાત લઈ આગામી યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સરેરાશ મતદાનની ટકાવારી ઉંચી જાય તે માટે બી.એલ.ઓ., ઝોનલ ઓફિસર સહિત ચૂંટણીની કામગીરી સાથે જોડાયેલી ટીમને સૂચનાઓ આપી હતી.

તેમજ નવા યુવા મતદારો ઉત્સાહ ભેર મતદાન કરે તે માટે ખાસ અનુરોધ કર્યો હતો. અને ગામના વડીલોની મુલાકાત કરી મતદાન માટે જાગૃત કર્યા હતા. અને સાધલી ગામમાં આવેલ શાળાના મતદાન મથકની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. આ પ્રસંગે કરજણ પ્રાંત અધિકારી, રૂટ સુપરવાઈઝર, શિનોર મામલતદાર તેમજ સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...