તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:THO દ્વારા સાધલીના માર્ગ પર ઠલવાતા મેડિકલ વેસ્ટની તપાસ, સ્થળ પર જઇને પોલીસને જાણ કરવામાં આવી

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાધલીમાં સ્થળ તપાસ કરતા અધિકારીઓ. - Divya Bhaskar
સાધલીમાં સ્થળ તપાસ કરતા અધિકારીઓ.
  • કયા ડોક્ટરે દવાઓનો જોખમી વેસ્ટ ખુલ્લામાં નાખ્યો તેની તપાસ શરૂ થઇ

શિનોર તાલુકાના સાધલી ગામે કુકસ રોડ પર પંચાયત જયા કચરો નાખે છે ત્યાં આશરે હજારો રૂપિયાનો બાયો મેડિકલ વેસ્ટ કોઈ નાખી ગયા ના સમાચારો ચમકતા 24 કલાક પછી આજરોજ તાલુકા હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસર, ઇન્ચાર્જ સરપંચ સ્થળ મુલાકાત લીધા પછી મેડિકલ ઓફિસર દ્વારા સ્થાનિક પોલીસ તથા પંચાયતને આ અંગેની જાણ કરવામાં આવી હતી. સાધલી ગામે લાલજી નગરના રહેણાક વિસ્તારથી માંડ 100 મીટરના અંતરે ગઈકાલે કોઈ ડોક્ટરે હજારો રૂપિયાની દવાઓ નો મેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખી નિયમોનો ભંગ કર્યો હતો.

આ દવાઓ બોટલો ઈંજેક્શન જેમાં સિડ્યુલચ ની દવાઓ માત્ર એમ.બી.બી.એસ જેવા ડોક્ટરો જ ઉપયોગ કરી શકે અથવા દર્દીને પ્રિસ્ક્રીપશન લખી શકે છતાં પણ કોરોના કાળમાં ઝોલાછાપ ઘણા ફટકીયા ડોક્ટરો જેઓ એલોપેથીનું જ્ઞાન ધરાવતા ના હોવા છતાં દર્દીઓને રીતસર લુટી ને મોકા નો ફાયદો લઈ જરૂરી હોય કે ના હોય ગુકોઝ બોટલ તથા સ્ટેરોઈડ ઇન્જેક્શ નો બેફામ ઉપયોગ કરેલા તેવા કોઈ ડોક્ટરે આ ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ નાખીને લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરેલ છે તેવા ને શોધીને કાયદેસર કરવાની માંગ છે

વર્તમાનપત્રોના સમાચારો વાંચીને આજરોજ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધીરેન ગોહિલ ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશ વસાવા ફાર્મસિસ્ટ રમેશભાઈ તથા ઇન્ચાર્જ સરપંચ જતીન પટેલ સ્થળ પર તપાસ કરી જેમાં સરકારી દવાખાના કોઈ મેડિકલ વેસ્ટ મળેલ નથી અને કોઈ ખાનગી જોલાછાપ ડોક્ટર નું કૃત્ય બહાર આવેલ છે તાલુકા જિલ્લાના તમામ આરોગ્યના અધિકારીઓને ફોટા સાથે તારીખ 26 8 2021 ના રોજ જાણ કરાઇ હોવા છતાં આરોગ્ય તંત્રના અધિકારીઓ 24 કલાક પછી સ્થળ પર દેખાયા હતા

ટી.એચ.ઓ ડોક્ટર ધીરેન ગોહિલે જણાવ્યું કે કે સદર વેસ્ટ સરકારી નથી કોઈ ખાનગી ડોક્ટર કે હોસ્પિટલનો હોઈ શકે અમારા મેડિકલ ઓફિસર દ્વારા સ્થાનિક પોલીસ તથા સરપંચને આ બાબતને લેખિત જાણ કરેલ છે જ્યાં અમારૂ કામ પૂરું થાય છે લોકો ના આરોગ્યને નુકસાન કારક બાયો મેડિકલ વેસ્ટ હોવા છતાં આઆરોગ્યતંત્ર એ હાથ ખંખેરી નાખી પોલીસ અને પંચાયતને ખો આપેલ છે

રાત્રિના સમયે ગ્લુકોઝના ખાલી બોટલો શેટો કોઈ ઉઠાવી ગયેલ છે આજે સવારના ભૂંડો આ વેસ્ટ ઉપર મોઢામાં મારીને ફરતાં હતાં આરોગ્યના કોરોના ના સમયે વોરીયસના પ્રેમાણપત્ર લેનાર કોઈ ફરકયા નથી એ શરમજનક છે પોલીસ તંત્ર હજારો રૂપિયાની કિંમતની દવાનો વેસ્ટ ને નાખી ગયું તે શોધે કે પછી પોથીના રીંગણાની જેમ દફતરે કરાશે!!!

અન્ય સમાચારો પણ છે...