ખાતમુહૂર્ત:સીમળી-બરકાલમાં ધારાસભ્યે અધૂરા ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાવ્યું

શિનોર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી પંચાયતોની ચૂંટણીમાં લાભ લેવા ઉતાવળે ખાતમુહૂર્ત કરાયું

આગામી પંચાયતોની ચૂંટણીમાં લાભ લેવા શિનોર તાલુકાના સીમળી તથા બરકાલ ગામે તપાસ કર્યા વગર ધારાસભ્ય દ્વારા ઉતાવળે અધૂરા ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરાતા ચર્ચા જાગેલી છે. શિનોર તાલુકાના બરકાલ ગામે મહિલા સરપંચ છે અને રૂપિયા 14 લાખના ખર્ચે હાલ પંચાયત ઘર બની રહેલ છે, જે અધૂરું છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા કમ્પ્લીટેશન સર્ટીફીકેટ મળેલ નથી છતાં તારીખ 17 નવેમ્બર-2021ના રોજ ઉત્સાહી ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા મહિલા સરપંચની હાજરી વગર અધૂરા કામનું ઉતાવળે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

તેમજ આ રીતે સીમળી ગામે પણ બારી ,બારણા, કલર વગરના રૂા.14 લાખ ખર્ચે હાલ થઈ રહેલ પંચાયત ઘરનું અધુરૂ કામ હોવા છતાં તેનું પણ લોકાર્પણ કરી દેતા અધૂરા કામોના લોકાર્પણ કરાતા ચર્ચા જાગેલ છે. આ ધારાસભ્ય અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે પણ શિનોર તાલુકા પંચાયતના ભવનનું પજેશન તંત્ર દ્વારા મળ્યું ના હોવા છતાં તાલુકા પંચાયત ભવનનું ઉદ્ઘાટન કરી નાખતા, તેનો વિવાદ થતાં માર્ગ-મકાન તંત્ર દ્વારા બીજા જ દિવસે તાળા મારી દેવાતા ઉદ્ઘાટનની પ્રક્રિયા ચર્ચાસ્પદ બની હતી.

હાલમાં સરકારના અભિગમ અને પંચાયતોની ચૂંટણીમાં લાભ લેવા કરાયેલા 14-14 રસ્તાઓના ખાતમુહૂર્ત થઈ ગયા હોવા છતાં કામો શરૂ કરાયા નથી. અને દેખાડો કરવા જ આ ખાતમુહૂર્ત તો દેખાય છે. કોરોનાની બીજી લહેરમાં મોટા ફોફળીયા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન પ્લાન્ટ નાખવાની ઢોલ નગારા સાથે ધારાસભ્ય દ્વારા જાહેરાતો કરાઇ હતી. પણ હજુ સુધી ઓક્સિજન પ્લાન્ટ શરૂ થયો નથી એ શરમજનક છે.

અન્ય સમાચારો પણ છે...