તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધક્કા ખાવાનો વારો:શિનોર તાલુકામાં 3 PHC અને એક CHC વચ્ચે માત્ર 300 ડોઝ અપાય છે

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાને પૂરતી કોવિડ વેક્સિન ન અપાતાં લોકોને ધક્કા ખાવાનો વારો

શિનોર તાલુકામાં આજે શિનોર, સીમળી અને સાધલી phc દ્વારા 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટીંગ કરાતા તમામ નેગેટિવ આવેલા છે. જ્યારે 3 પીએચસી અને સીએચસી સાથે કુલ 83 આરટીપીસીઆરના સેમ્પલ લેવાયા હતા. શિનોર T.H.O. કચેરી દ્વારા આરટીપીસીઆર સેમ્પલોની માહિતી ના આપીને શંકાસ્પદ નીતિરીતિ ધરાવે છે.

વેક્સિનના ધાંધીયા ચાલુ છે. 3 પીચસી અને એક સીએચસી વચ્ચે માત્ર 300 ડોઝ અપાય છે. લોકો ધક્કા ખાઈને થાકી ગયા છે. નેતા વિહોના શિનોર તાલુકો અપરમાનો હોય એમ વ્યવહાર જિલ્લાનું તંત્ર કરે છે. તારીખ 01, જુલાઇ-2021ના રોજ પ્રથમ ડોઝ માત્ર 323 અને સેકન્ડ ડોઝ માત્ર 98ને આપાતા ફુલ 27825ને વેક્સિન અપાયેલી છે. લોકો વેક્સિન લેવા મને કમને જાગૃત થયા, ત્યારે શિનોર વાંઝીયા તાલુકાને વેકસિન પુરતી અપાતી નથી. સાધલી પીચસીમાં કાયમી મેડીકલ ઓફિસર નથી.

સીમળી-શિનોરના મેડીકલ ઓફિસર હાજરી બતાડવા પૂરતા આવીને જતા રહેતા હોય ઓપીડી રામભરોસે ચાલે છે. તારીખ 21, જૂન-2021ના રોજ ફોટા પડાવી નેતા અધિકારીઓએ વેકસિન મહા અભિયાનનો પ્રારંભ દેખાડા પૂરતો કર્યો, જ્યારે આજે વેક્સિન લેનારાને ધરમ ધક્કા, સમય, નાણાંનો બગાડ અને વેક્સિન વગર ઘરે જવાનો વારો આવતા તાલુકામાં આરોગ્ય તંત્ર તથા ફોટાના રસિયા નેતાઓ સામે ભારોભાર રોષ વ્યાપેલો છે.

અન્ય સમાચારો પણ છે...