તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:શિનોર તાલુકામાં ટામેટાં પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતાં કફોડી હાલત

શિનોર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
શિનોર તાલુકામાં ટામેટાના ખેતરમાં ખેડૂત ટામેટા તોડતો નજરે પડે છે. - Divya Bhaskar
શિનોર તાલુકામાં ટામેટાના ખેતરમાં ખેડૂત ટામેટા તોડતો નજરે પડે છે.
 • 20 કિલો ટામેટાંના બજારમાં માંડ 100 રૂા. મળતાં ખેડૂતોને ભાગે માત્ર ખોટ આવે છે

વડોદરા જિલ્લામાં ખેતી આધારિત શિનોર તાલુકામાં વૈવિધ્ય પ્રકારની ખેતી કરવામાં આવે છે. શિનોર તાલુકાના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો છે. જેઓ અવનવા પ્રકારની ખેતી કરીને કોઈપણ પ્રકારે સારી ઉપજ મેળવીને ખેતી કરે છે. શિનોર તાલુકાના અવાખલ ગામે ગત વર્ષે એક ખેડૂતે ટામેટાની વાવેતર કર્યું હતું. જેમાં ખેડૂતના જણાવ્યા પ્રમાણે એક વીઘામાં સાડા ચાર હજાર છોડનું વાવણી કરીને ટામેટા ઉછેર્યા હતા. ટામેટાના ઉછેરમાં ખાસ કરીને વાંસ અને તારનો માંડવો બનાવો પડે છે. આને ટામેટાની ખેતીમાં પિયત વધારે કરવું પડે છે. જ્યારે આ વાવણીમાં ખાતર તથા જંતુનાશક દવાઓનો ખર્ચો પણ ઘણો વધારે થાય છે.

આ વર્ષે ટામેટાનો પાક તૈયાર થતાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 20 કિલો ટામેટાના બજારમાં માંડ 100 રૂપિયા મળે છે. જેમાંથી ખેડૂતને ખોખાનો ખર્ચો ટામેટા તોડવાની મજુરી જેવો ખર્ચો કરતા ખેડૂતને ભાગ માત્ર ખોટ આવે છે. ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા શિનોર તાલુકાના ખેડૂતોની હાલત કફોડી બની છે.

આખું વર્ષ કારમી મજૂરી કરીને ખેતીમાંથી પરિવારના દાળ રોટલા નીકળે એટલો ખર્ચ પણ ના નીકળતા ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. શિનોર તાલુકામાં આ વર્ષે 100થી 150 એકરમાં ટામેટાની વાવણી થઇ છે. હોલસેલ માર્કેટમાં 100 રૂપિયાથી 150 રૂપિયાના ભાવે વેચાય છે. જ્યારે છૂટક વેપારીઓ પાસે આ ટામેટા 25થી 30 રૂપિયાના કિલોના ભાવે વેચાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો