તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:શિનોર તાલુકામાં એક જ દિવસમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા

શિનોર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મોટા ફોફળિયા કોવિડ સેન્ટરમાં 12 દર્દીઓને દાખલ કરાયાં
 • કોરોના પોઝિટિવ 10 વ્યક્તિને હોમ આઈસોલેટ કરાઇ

શિનોર તાલુકામાં શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના 98 રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી શિનોર, સાધલી અને સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં કોરોના પોઝિટિવના કુલ 22 કેસ નોંધાયા છે. શિનોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાભી કે ના વિસ્તારમાં કોરોનાના રેપિડ ટેસ્ટ 35 કરવામાં આવ્યા હતા. અને 22 આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી શિનોર નગરના 3 જ્યારે માલસરમાં 2 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવેલ છે.

સીમડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં શનિવારે કોરોનાના 30 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 30 આરટીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી કોરોના પોઝિટિવના નવા 5 કેસ નોંધાયા છે. તમામને મોટા ફોફળીયા ખાતે કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે.સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કોરોનાના રેપિડ ટેસ્ટ 30 કરવામાં આવ્યા છે. અને આરટીપીસીઆર ટેસ્ટ 20 કરવામાં આવે છે. જેમાં 11 વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો