તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:શિનોર તાલુકામાં તંત્રના અણઘડ વહીવટથી વેક્સિન ન મળતા લોકોને ધક્કા ખાવાનો વારો

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં વેક્સિન સેન્ટરો 8માંથી ઘટાડી હાલ માત્ર 3 કરાયા છે

શિનોર તાલુકામાં છેલ્લા ૨૮ દિવસથી સતત કોરોના ટેસ્ટિંગના રિપોર્ટર નેગેટીવ આવે છે. વેક્સિન મુકાવવા હવે દરેક વર્ગના લોકો આવી રહ્યા છે. ત્યારે તંત્રના અનઘડ વહીવટના કારણે ઉપરથી પૂરતા પ્રમાણમાં વેક્સિન ના મળતા લોકોને ધક્કા ખાવાનો વારો આવે છે. શિનોર આરોગ્ય તંત્ર દ્વારા મંગળવારે 30 એન્ટિજન અને 32 આરટીપીસીઆર સેમ્પલ લીધા હતા. એન્ટિજન તમામ નેગેટિવ આવ્યા છે. તા 28 જૂનના રોજ અપૂરતા વેક્સિનના કારાણે પ્રથમ ડોઝ માત્ર 394 અને સેકન્ડ ડોઝ માત્ર 140 અપાયા હતા.

કુલ 26542 લોકોને વેક્સિનેશન થયું છે. હાલમાં કોરોનાની ત્રીજી લહેરથી બચવા સરકાર વેક્સિન લેવા વારંવાર અપીલો કરે છે પણ ખાટલે મોટી ખોડ એ છે કે પૂરતી વેક્સિન સરકાર આપી શકતી નથી. મંગળવારે શિનોર, સિમળી અને સાધલી પીએસસીમાં સવારથી લોકો વેક્સિન લેવા ઉમટી પડ્યા હતા. માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ રહ્યો હતો પરંતુ વેક્સિન લેવા ગયેલ ગાડી આવી નહોતી તેથી લોકોને પરત પડ્યું હતું.

પૂરતા ડોઝ ના આવવાને કારણે ઘણા લોકોને 3-4 કલાકના તપ પછી પણ પરત જવાનો વારો આવ્યો હતો. સરકાર દ્વારા પૂરતી વેક્સિન અપાતી ના હોય લોકોમાં રોષ વ્યાપ્યો છે. તાલુકામાં વેક્સિન સેન્ટરો 8માંથી ઘટાડી હાલ માત્ર 3 કરાયા છે. વેક્સિન પૂરતી આવતી નથી જેમાં હવે લોકોને રીબાવવાનો વારો આવ્યો છે. આજ બેદરકારી કોરોનાની ત્રીજી લહેર લાવશે એવી આશંકા છે.

અન્ય સમાચારો પણ છે...