તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:શિનોરમાં 15540 લાભાર્થીઓએ પ્રથમ, 5913એે બીજો ડોઝ લીધો

શિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • Rtpcrના 34 સેમ્પલ તપાસ માટે વડોદરા SSGમાં મોકલાયા
  • ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આરોગ્યતંત્ર વેક્સિનની કામગીરીમાં વ્યસ્ત

શિનોર તાલુકાના આરોગ્યતંત્ર દ્વારા આજે કરાયેલા 30 એન્ટિજન ટેસ્ટિંગ નેગેટિવ આવેલા છે. જ્યારે Rtpcrના 34 સેમ્પલ લઈ વડોદરા ખાતે મોકલી આપેલા છે. શિનોર, સીમળી અને સાધલી પીએચસી દ્વારા 10 લેખે કુલ 30 એન્ટિજન ટેસ્ટીંગ કરવામાં આવ્યા હતા, તે તમામ નેગેટિવ આવેલા છે. અને Rtpcrના 34 સેમ્પલ લઇ તેની તપાસ માટે વડોદરા એસ.એસ.જી.માં મોકલેલા છે. તાલુકામાંથી કોરોનાની બીજી લહેર હવે વિદાય લઈ રહી છે.પણ ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આરોગ્યતંત્ર કોરોના વેકસિનની કામગીરીમાં વ્યસ્ત છે.

તાલુકામાં 100 ટકા લોકોને વેકસિન આપવાના ધ્યેય સાથે સરકારી સમગ્ર તંત્ર કામે લાગી ગયું છે. પણ સરકારી તંત્રમાં સંકલનનો અભાવ પણ જોવા મળે છે. ગઈકાલે તાલુકાના અચીસરા ગામે વેકસિનનો કાર્યક્રમ હતો. પરંતુ ગામના અગ્રણી ભાજપા કિસાન મોરચાના ઉપપ્રમુખ સતીષ પટેલ દ્વારા આક્ષેપ કરાયો છે કે બપોરે 12 વાગે વેકસિન માટે આવેલા પરંતુ ગામમાં પંચાયત કે દૂધ મંડળી કે લાભાર્થીઓને કોઈ જાણકારી અપાઈ ના હોય લોકો વેકસિન લેવાથી વંચિત રહ્યા હતા. આરોગ્યતંત્ર દ્વારા આજ સુધી 15540 લાભાર્થીઓને પ્રથમ ડોઝ અને 5913 લાભાર્થીઓને બીજો ડોઝ અપાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...