તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:શિનોરમાં 4 દિવસમાં 1200 ડોઝ સામે 1501 લોકોને વેક્સિન અપાઇ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાંથી હાલ 3 PHC અને એક CHC માટે માત્ર 300 ડોઝ આવે છે

શિનોર તાલુકામાં આરોગ્ય તંત્ર દ્વારા 3 PHCમાં કુલ 30 એન્ટિજન અને 3 PHC તથા 1 CHCમાં 81 RTPCR સેમ્પલ લીધા હતા. એન્ટિજન તમામ નેગેટિવ આવેલ છે. આમ શિનોર તાલુકા કોરોના મુક્ત થઇ રહ્યો છે.

શિનોર તાલુકામાં વેક્સિનના ધાંધીયા સોમવારે પણ ચાલુ છે. તા.4 જુલાઈ 2021ના રોજ પ્રથમ ડોઝ 215 અને સેકન્ડ ડોઝ 105 મળી કુલ 28939ને વેક્સિન અપાયેલ છે. જિલ્લામાંથી હાલ 3 PHC અને એક CHC માટે માત્ર 30 વાયલ એટલે 300 ડોઝ આવે છે. છતાં PHC દ્વારા રોજેરોજ આપેલા 300 ડોઝ કરતા વધુ કેવી રીતે અપાય છે. એ તપાસનો વિષય છે. વેક્સિન 0.5 ml પૂરું અપાતું નથી કે ભૂલથી ખાલી સિરીઝથી ટીકો લગાડાય છે. એની ચર્ચા જાગેલ છે. તાલુકામાં મળેલ સરકારી આંકડા મુજબ તા.1 જુલાઈ-421, તા.2 જુલાઈ-326, તા 3 જુલાઈ-434 અને તા.4 જુલાઈ-320 લોકોને વેક્સિન અપાઈ છે. તાલુકામાં રોજેરોજ લવાતી વેક્સિનના માત્ર 300 ડોઝ અપાય છે. આ ચાર દિવસમાં 1200 ડોઝ સામે 1501 લોકોને વેક્સિન અપાયેલ છે. તો વધારાના 301 લોકોને વેક્સિન કેવી રીતે અપાઈ તે શંકાસ્પદ લાગે છે. આ બાબતે આરોગ્ય વિભાગ તરફથી કોઇ સાચી માહિતી અપાતી નથી. ટીએચઓનો સંપર્ક કરતાં તેમણે પણ ફોન ઉપાડ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, તાલુકામાં કોરોનાના કેસો છેલ્લા 37 દિવસથી નેગેટિવ આવે છે.

અન્ય સમાચારો પણ છે...