કોરોના અપડેટ:પુનિયાદ ગામમાં 1 વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાતાં જાતે ક્વોરન્ટાઈન થયાં

શિનોર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુનિયાદ સબ સેન્ટરના MPHWને માહિતી આપવા છતાં કોઈએ મુલાકાત ન લીધી

શિનોર તાલુકામાં પુનિયાદ ગામ માંથી કોરોના વાઇરસનો પગ પેસારો થતા કૂલ આઠ વ્યક્તિઓ સંક્રમિત થયેલા છે અને તેઓને હોમ ક્વોરન્ટાઈન કરેલ છે. પુનીયાદ ગામના જાગૃત નાગરિકને કોવિડના સંભવિત લક્ષણો જણાતા તેઓએ સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીને ટેલિફોનિક જાણ કરવા છતાંય આખો દિવસ તેઓની મુલાકાતે ન આવતા આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે.

શિનોર તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસો સતત વધતા જોવા મળેલ છે. તાલુકાના પુનિયાદ ગામમાં 8 જેટલા કોરોનાના પોઝિટિવ કેસો જોવા મળતા કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય તંત્રએ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું અને તે વિસ્તારના વ્યક્તિઓનું સર્વેલન્સ કરી સંભવિત લક્ષણો ધરાવતા વ્યક્તિઓને શોધી તેઓને દવા સારવાર અને સલાહ માર્ગદર્શન આપવાની કામગીરી કરવાની હોય છે.

પુનિયાદ ગામમાં એક જાગૃત નાગરિકને કોરોનાના પ્રાથમિક લક્ષણો જણાતા તેઓ પોતે જાતે હોમ ક્વોરન્ટાઈન થયા છે. આરોગ્ય તંત્રના સીમળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પુનીયાદ સબ સેન્ટરના એમ. પી. એચ. ડબલ્યુને આ અંગેની ટેલિફોનિકથી માહિતી આપવા છતાં આખા દિવસમાં કોઈપણ મુલાકાત લીધી નથી.

મોટા ફોફળીયામાં મહિલા સંક્રમિત થઈ
શિનોર : શિનોર તાલુકામાં 9 દિવસમાં 12 કોરાના પોઝિટિવ મળી આવવા છતાં કોરોના SOPનું લોકો પાલન કરતા નથી. જવાબદાર અધિકારીઓ ગાંધીબાપુના ત્રણ વાંદરાની મુદ્રામાં મોબાઈલ જોઈ રહ્યા છે. શિનોર તાલુકાના મોટા ફોફળીયાના એક મહિલાએ વડોદરા ખાનગી દવાખાને કોરોનાનો રિપોર્ટ કઢાવતા પોઝિટિવ આવતા મોટા ફોફળીયા પોતાના ઘરે હોમ ક્વોરન્ટાઈન થયા છે. આરોગ્ય તંત્ર દ્વારા લેવાયેલા આરટીપીસીઆર સેમ્પલોનું પરિણામ હજુ આવેલ નથી. ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ બીજા તબક્કા જેવી ક્યાંય દેખાતી નથી.

વઘાચની વૃદ્ધા કોરોના વાયરસથી સંક્રમિત
નસવાડી : નસવાડી તાલુકાના 212 ગામ છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેરમાં નસવાડી તાલુકો જિલ્લામાં સૌથી સુરક્ષિત હતો. જ્યારે ત્રીજી લહેરનું આગમન થયું છે. જેની સાથે નસવાડી તાલુકાના વઘાચ ગામની 70 વર્ષની વૃદ્ધા કોરોના વાયરસથી સંક્રમિત બની છે. નસવાડી તાલુકાના 212 ગામ છે. ત્યારે કોરોના વાયરસની બીજી લહેરમાં નસવાડી 136 ગામ કોરોના મુક્ત રહ્યા હતા. પરંતુ હાલ કોરોના વાયરસની એન્ટ્રી થતાં જ અન્ય ગ્રામજનો સાવચેતી જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...