મૃત્યુ:મોલેથા ગામે ખેતર મજૂરને દવાની અસર થતાં મોત, જંતુનાશક દવા છાંટવા મજૂર ખેતરમાં ગયો હતો

શિનોરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા એસએસજીમાં સારવાર દરમિયાન મોત

તાલુકાના મોલેથા ગામે નસવાડી તાલુકાના રોજીયા ગામના સમજી પરિવારમાં યુવાન 26 ઓગસ્ટના રોજ કપાસના ખેતરમાં જંતુનાશક દવા છાંટવા ગયો હતો. જ્યાં ખેતરમાં દવા છાંટતા સમય દવાની અસર થતા તે મરણ પામ્યો છે. આ અંગે શિનોર પોલીસ મથકે જાણ કરાઈ છે. નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાના રોજીયા ગામના જગદીશભાઈ ભીલે શિનોર પોલીસ મથકે જાણ કરી છે કે તેઓ તેમના પરિવાર સાથે મોરથાણા ગામે કનુભાઈ કાશીભાઈ પટેલના કુવા ઉપર રહી ખેત મજૂરી કરી જીવન નિર્વાહ કરે છે.

જગદીશભાઈ ભીલનો 25 વર્ષનો યુવાન દીકરો રણજીતભાઈ 28 ઓગસ્ટના રોજ મલય ગામની સીમમાં આવેલ વિનુભાઈ પટેલના કપાસના ખેતરમાં જંતુનાશક દવા છાંટવા ગયો હતો. જંતુનાશક દવા છાટતા સમયે તેને દવાની અસર થતા બેભાન થઈ ગયો હતો. જેથી સારવાર અર્થે મોટા ફોફળીયા શિવ પટેલ હોસ્પિટલ ખાધેલ આવ્યા હતા ક્યાંથી ડોક્ટરોએ એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવા માટે ભલામણ કરી હતી જ્યાંથી તેને એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં દવાખાનામાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...