તપાસ:બાવળિયા ગામમાં દૂષિત પાણીથી 18 વ્યક્તિઓની તબિયત લથડી

શિનોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી - ગટરની પાઇપલાઇનમાં લીકેજ થતાં દૂષિત પાણી ભળ્યું
  • નાના બાળકો તથા વૃદ્ધોને ઝાડા થતાં સાધલી પી.એચ.સી.માં દાખલ કરાયાં

શિનોર તાલુકાના બાવળિયા ગામમાં પીવાના પાણીની પાઇપલાઇન અને ગટરની પાઇપલાઇન લીકેજ થવાના કારણે દૂષિત પાણી લોકોના ઘરોમાં આવતા 18 ઇસમોને એકાએક ઝાડા થઈ જતા સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તેની જાણ કરાતા આજરોજ તા.14-12-2022ના રોજ તાત્કાલિક સાધલીના મેડિકલ ઓફિસર ડોક્ટર રોનકસિંહ સોલંકી તથા પોતાની મેડિકલ ટીમ લઈને બાવળિયા મુકામે પહોંચી ગયા અને ત્યાં ઓ.પી.ડી .ચલાવી દરેકને સારવાર આપ્યા, બાદ છ દર્દીઓમાં ઝાડાની વધુ અસર હોય ઓબ્ઝર્વેશન માટે નાના બાળકો તથા વૃદ્ધોને સાધલી પી.એચ.સી.માં દાખલ કર્યા હતા.

જેઓને બપોરે ત્રણ વાગે સારી તબિયત હોય રજા આપવામાં આવેલી છે. હાલમાં મેડિકલની ત્રણ ટીમો ગામમાં સર્વેની કામગીરી કરી રહેલી છે. તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ધીરેન ગોહિલ તથા વડોદરાથી એપેડેમીક મેડિકલ ઓફિસર ડોક્ટર રાહુલ સિંઘ સ્થળ પર આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...