ભાસ્કર વિશેષ:અવાખલમાં 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

શિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અખાત્રીજના શુભ દિવસે વસાવા સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો

શિનોર તાલુકાના અવાખલ ગામે મંગળવારે અખાત્રીજના શુભ દિવસે વસાવા સમાજનો બારમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં 22 નવયુગલોએ પ્રભુતાના પગલા પાડ્યા હતા. આ પ્રસંગે ગુરુજનો અને તાલુકાના અગ્રણીઓ યુગલોને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

સમાજમાં ખોટા રિવાજો દૂર થાય અને સામાજિક ખર્ચાઓમાં સમાજ નાબૂદ ન થાય તે માટે આવા સમૂહ લગ્નોત્સવ યોજાય છે. અખાત્રીજના શુભ દિવસે શિનોર તાલુકાના અવાખલ ગામે વસાવા સમાજ દ્વારા 12મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના 22 યુગલો જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમાજ તરફથી તથા અન્ય દાતાઓ તરફથી તમામ દંપતીઓને કન્યા દાન આપવામાં આવેલ છે.

આ પ્રસંગે નવદંપતિ ઓને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કરવા પૂર્વ ધારાસભ્ય અને કરજણ બજાર સમિતિના ચેરમેન સતિષભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને કન્યાઓ ને આશીર્વાદ આપી સમૂહમાં ફોટો પાડી કન્યાઓને પ્રોત્સાહિત કર્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયત સદસ્ય સુમિત્રાબેન વસાવા, જિલ્લા શિક્ષણ સમિતિના સદસ્ય ભાસ્કરભાઈ પટેલ ,રેલરોડ મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ગોહિલ, શિનોર તાલુકા પંચાયત કારોબારી ચેરમેનના પતિ પ્રિતેશ પટેલ તથા વસાવા સમાજના અગ્રણી મહંત શ્રી અવિચલ દાસ સાહેબ શિનોર સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે શિનોર તાલુકા પંચાયત પ્રમુખ સચિન પટેલ ,જિલ્લા પંચાયત સદસ્ય ભાવના બેન પટેલ, બીથલીના સરપંચ વિકાસભાઈ પટેલ, સહિત તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહી નવદંપતિઓને શુભેચ્છા પાઠવી હતી. તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન નીલાબેન ઉપાધ્યાય ,સતિષભાઈ ઉપાધ્યાય ,સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. વસાવા સમાજના પ્રમુખ લલિત ચંદ્ર વસાવા (અવાખલ) તથા મહામંત્રી વસાવા મણીલાલ (અંબાલી) દ્વારા આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઊઠાવી હતી અને સમાજના કારોબારી સભ્યોએ વધુને વધુ જોડા લગ્નગ્રંથિથી જોડાઈ તે માટે પ્રયત્નો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...