તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શિનોર તાલુકાના સાધલી સીમમાંથી આવેલી પડતર જમીનમાં છેલ્લા સાત દિવસથી ગાડા બાવળ લાકડાનુ કટીંગ થઈ રહ્યું છે. જે અંગે લોકોમાં જાણ થતાં હોબાળો મચી ગયો હતો. પરંતુ આ અંગે તપાસ કરતાં સાધલી ગામના હર્ષદભાઈ રણછોડભાઈ પટેલ તથા અન્ય ત્રણ ખેડૂતોના તેરસલ જવાના માર્ગે બિલ આવેલ છે. જે બિલમાં વર્ષોથી પડતર જમીન હોવાથી ગાડા બાવળ ઉગી નીકળ્યા છે. ક્યારેય ખેડૂતોને આ ભીડમાંથી ફરીથી ખેતરો બનાવી ખેતી કામ કરવા રસ હોય આ ખેડૂતોએ સુરતના લાકડાના વેપારીને આ બીડમાંથી ગાડા બાવળ કાપવાનું જણાવેલ હતું. જેથી લાકડાના વેપારી દ્વારા આ જગ્યા પર જેસીબી તથા કટીંગ મશીન લાવીને તેમાંથી લાકડા કાપવાનું ચાલુ કર્યું હતું.
સાધલી ગામના લોકોને આ અંગે જાણ થતાં આ લાકડા ગેરકાયદેસર કપાતું હોવાની માન્યતા હોવાથી લોકોમાં ભારે હોબાળો મચી ગયો હતો. આ અંગે સાધલીના ઇન્ચાર્જ જતીનભાઈ પટેલને જાણ થતા સમગ્ર બાબતની સઘન પૂછપરછ હાથ ધરી હતી અને શિનોર મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તથા સર્કલ ઇન્સ્પેક્ટર દિવાનને પૂછપરછ કરી માર્ગદર્શન મેળવ્યું હતું.
જેમાં ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ જમીનમાં માત્ર ગાડા બાવળ આવેલા છે. જે લાકડા કાપવા માટે સરકારી અધિકારીની કોઈપણ પ્રકારની પરવાનગી લેવાની હોતી નથી. જ્યારે આ બેટમાં એક દેશી બાવળ હોય જે પડી જવાથી તેના લાકડા વેપારીને આપી દીધેલ છે. એમ ખેડૂતો દ્વારા સરપંચને જાણ કરી હતી. ઇન્ચાર્જ સરપંચ બીપી જતીનભાઈ પટેલ મામલતદાર કચેરીમાંથી આ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું અને જેમાં ભીડમાંથી ગાડા બાવળ કાપવા માટે મામલતદાર કચેરીની કોઈપણ પ્રકારની મંજૂરી લેવાની હોતી નથી. જ્યારે આર.એફ.ઓ. સંજય પ્રજાપતિને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ખાનગી મિલકતમાંથી લાકડાના કટિંગ માટે જંગલ વિભાગની કોઈપણ પ્રકારની પરવાનગી આપવાની હોતી નથી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.