ગ્રામસભા:સાધલી ગામે વેક્સિનેશન બાબતે ગ્રામસભા યોજાઈ

શિનોરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિનોર તાલુકાના સાધલી ગામે મંગળવારે કોવિડ વેક્સિનેશન બાબતે ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં આરોગ્ય કરમી ગ્રામજનો આશા આંગણવાડી હાજર રહ્યા હતા.

પંચાયત વિભાગના અધિક મુખ્ય સચિવ તથા આરોગ્યના મુખ્ય અધિક સચિવ દ્વારા તા.9 સપ્ટેમ્બરથી તમામ જિલ્લા કલેક્ટર તથા ડી.ડી.ઓ.ને કોવિડ વેક્સિનેશન કામગીરીને વેગ આપવા ગ્રામસભાનું આયોજન કરવા આદેશ સંદર્ભે સાધલી ગ્રામ પંચાયતમાં મંગળવારે 2:00 કલાકે ગ્રામસભા યોજાઇ હતી. જેમાં એજન્ડા મુજબ કોવિડ રસીકરણ બાબત, કોવિડના લક્ષણો અને ઉપલબ્ધિ, સેવા બાબતે ચર્ચા, પોષણ માષ અભિયાન, ડેન્ગ્યૂ, મેલેરીયા, ચિકનગુનિયા તેમજ પાણીજન્ય રોગોની ચર્ચા કરાઈ હતી. બાકી લક્ષ્યાંક સત્વરે પૂરો કરવા નક્કી કરાયું હતું. સાધલી ગામે કુલ લક્ષણ 5235 છે. જેમાં 3503ને રસી અપાઇ છે. 689 લોકો કાયમી બહાર છે. 579 લોકોએ બહાર રસી મુકાવેલ છે. 193 ઈસમો મૃત્યુ પામેલા છે. જ્યારે કુલ 271 ઇસમો બાકી રહ્યા છે.

સરપંચ, તલાટી સદસ્યો સહિત સ્ટાફ હાજર રહ્યા હતા, સાધલી પીએચસીના બે સુપરવાઇઝર સિરાજ તથા એમ.પી.એચ.ડબલ્યુ તથા સાધલી સબ સેન્ટરના એફ એચ ડબલ્યુ હાજર રહ્યા હતા. ગ્રામ પંચાયતોની રેગ્યુલર ગ્રામસભાઓ જ્યારે માત્ર કાગળ ઉપર થાય છે ત્યારે આવી ગ્રામ સભા પણ માત્ર પેપર વર્ક સમાન, આંકડાકીય આટાપાટામાં અટવાઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...