ચોરી:સાધલીમાં દુકાનમાંથી ગઠીયો રું.73,000ની ચોરી કરી ફરાર

શિનોર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનેગારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયાં

શિનોર તાલુકાના સાધલી ગામે સરદાર પટેલની પ્રતિમા પાસે આવેલ શ્રી ચંદ્રપ્રભુ કિરાના સ્ટોરના પ્રો. નીતિન કાંતિભાઇ શાહ અનાજ કરિયાણાની દુકાન ધરાવે છે. તા. 6 જાન્યુઆરી બપોરના 12-45થી 1 વાગ્યાના સમય દરમિયાન એક ઈસમ ચશ્મા તથા માસ્ક પહેરીને દુકાનમાં આવી રૂ. 2000/ની નોટ આપી ચા તથા ચોખાના કટાની માંગ કરતા વેપારી ચોખા બતાડવા દુકાન અંદર જતાં ગઠિયાએ તકનો લાભ લઇ ગલ્લા પાસે મુકેલા ડબ્બામાંથી રૂ. 73,000નું બંડલ ઉપાડી લઇ વેપારી આવતા હાલ ચાને ચોખા લેવા નથી. કહી રૂ. 2000ની નોટ પાછી લઈ છૂમંતર થઈ ગયો હતો.

વેપારી ફી ભરવા લાવેલ આ રૂપિયા મેળા પર મુકવા, ડબ્બો તપાસતા રૂપિયા ગુમ થયાનું જાણાતા આ ઈસમને શોધવા પ્રયત્નો કર્યા હતા. પંચાયતના તમામ સીસીટીવી કેમેરા બંધ હતા. તેથી તુરત જ સાધલી આઉટ પોસ્ટના જમાદારને લેખિત અરજી ફરિયાદ આપેલ છે.

ધોળા દિવસે દુકાનમાંથી રૂપિયા 73 હજારની ઉઠાંતરીનો બનાવ ચર્ચાનો વિષય બનેલ છે. પોલીસ દ્વારા નજીકના ખાનગી સીસીટીવી કેમેરાની તપાસ કરતા આ સમયગાળામાં એક શંકાસ્પદ ઈસમ સ્કૂટર પર બેસી પસાર થતો માલુમ પડેલ છે. પોલીસ દ્વારા આ સ્કૂટર તથા ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે અને ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...